ગુપ્ત માહિતી જાહેર કરવા અંગે Republic Network ઉપર BARCએ વ્યક્ત કરી નારાજગી

News18 Gujarati
Updated: October 18, 2020, 7:24 PM IST
ગુપ્ત માહિતી જાહેર કરવા અંગે Republic Network ઉપર BARCએ વ્યક્ત કરી નારાજગી
ફાઈલ તસવીર

બાર્ક ઈન્ડિયાના પોતાના અધિાકરોને ધ્યાનમાં રાખીને કોઈ પૂર્વાગ્રહ વગર રિપબ્લિક નેટવર્કની આ હરકતો ઉપર ચિંતા વ્યક્ત કરી છે.

  • Share this:
નવી દિલ્હીઃ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઈન્ડિયાએ રિપબ્લિટ નેટવર્ક દ્વારા ગુપ્ત માહિતીને જાહેરવા અને તે અંગે ખોટી રજૂઆત કરવા માટે ન્યૂઝ ચેનલ રિપબ્લિક નેટવર્કની ( Republic Network ) નીંદા કરી છે. અત્યારે નકલી ટીઆરપી મામલે તપાસ ચાલી રહી છે. સંસ્થાએ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, બીએઆરસી ઇન્ડિયાએ ચાલી રહેલી તપાસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી અને તે કાયદા અમલીકરણ એજન્સીને જરૂરી સહાય પૂરી પાડે છે.

રિપબ્લિક ટીવી દ્વારા ખાનગી જાણાકરી આપવા અને ખોટી રીતે રજૂઆત કરવા અંગે બાર્ક ઈન્ડિયા ખૂબ નિરાશ છે. બાર્કે વધુમાં જણાવ્યું કે હજી તેમણે તપાસ અંગે કોઈ કમેન્ટ કરી નથી. બાર્ક ઈન્ડિયાના પોતાના અધિાકરોને ધ્યાનમાં રાખીને કોઈ પૂર્વાગ્રહ વગર રિપબ્લિક નેટવર્કની આ હરકતો ઉપર ચિંતા વ્યક્ત કરી છે.

આ નિવેદન રિપબ્લિક નેટવર્કના જવાબમાં આવ્યું છે કે દાવો કરવામાં આવ્યો છે કે ચેનલ સાથેના ઈ-મેઇલ એક્સચેંજમાં બીએઆરસીનો જવાબ મુંબઈ પોલીસ વડા પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોના વિરોધાભાસી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

આ મહિનાની શરૂઆતમાં, મુંબઈ પોલીસે ઓછામાં ઓછા ત્રણ ટીવી ચેનલો દ્વારા ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) ડેટામાં હેરાફેરી કરવાની મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો અને તે સંદર્ભે ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામઆ પણ વાંચોઃ-અમદાવાદી કેદીની અનોખી સિદ્ધિ, 8 વર્ની જેલમાં મેળવી 31 ડિગ્રીઓ, કોણ છે આ કેદી અને શું કર્યો હતો ગુનોં?

ટીઆરપી ઉપર 12 સપ્તાહ સુધી રોક
ન્યૂઝ ચેનલના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) સ્કેમ સામે આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે મોટો નિર્ણય લેતા પોતાના અત્યારના માપદંડોની સમીક્ષા કરવાની સાથે જ તત્કાલ પ્રભાવથી સમાચાર ચેનલોની રેટિંગ રોકવાનો નિર્ણય કર્યો છે. બાર્કના આ પગલા બાદ દરેક હિન્દી, ક્ષેત્રીય, અંગ્રેજી સમાચાર અને વ્યવસાયિક સમાચાર ચેનલોની થોડા સમય સુધી ટીઆરપી જાહેર નહીં થાય.શું છે આખો મામલો?
મુંબઈ પોલીસે તાજેતરમાં ટીઆરપી કૌભાંડને બહાર પાડ્યું હતું. પોલીસ કમિશ્નર પરમવીર સિંહે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ટીઆરપીમાં કેટલીક ચેનલો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ મામલામાં રિપબ્લિક ટીવીના નામનો પણ સમાવેશ છે. રિપબ્લિક ટીવીને સુપ્રીમ કોર્ટે રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી હાથધર્યા બાદ રિપબ્લિક ટીવીને બોમ્બે હાઈકોર્ટમાં જવા માટે કહ્યું હતું. સુસાંત સિંહની આત્મહત્યા બાદ મોટાભાગની ટીવી ચેનલોએ ટીઆરપીની લેવા માટે રેસ લગાવી હતી.
Published by: ankit patel
First published: October 18, 2020, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading