સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીર સાવ ખોટી છે!

આ તસવીર 30મી મેના રોજ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં અનેક લોકોએ તેને શેર કર્યો હતો.

News18 Gujarati
Updated: June 5, 2019, 3:58 PM IST
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીર સાવ ખોટી છે!
વાયરલ થઈ રહેલી તસવીર
News18 Gujarati
Updated: June 5, 2019, 3:58 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ફેસબુક પર એક તસવીર ખૂબ શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાં ઓફિસમાં બેસીને 2019માં ભવ્ય જીત બાદ મોદીની શપથવિધિ લાઇવ નિહાળી રહ્યા છે.

આ દાવો સાવ ખોટો છે. 2014માં ન્યૂયોર્ક ટાઇમ્સના ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલી તસવીર સાથે છેડછાડ કરીને આ તસવીર બનાવવામાં આવી છે. હકીકતમાં આ તસવીર ઓબામા પોતાના અધિકારિક વિમાન એર ફોર્સ વનમાં મુસાફરી દરમિયાન ફીફા વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યા હતા તેની છે.

આ તસવીર 30મી મેના રોજ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી. બાદમાં અનેક લોકોએ આ પોસ્ટને શેર કરી હતી.


Loading...

તસવીર સાથે છેડછાડ બાદ કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "આ મોદીની તાકાત છે. ઓબામા પણ અમેરિકામાં બેઠાં બેઠાં મોદીની શપથવિધિ લાઇવ નિહાળી રહ્યા છે."

આ અંગે સર્ચ એન્જિન ગૂગલ પર થોડી ખણખોદ કરવામાં આવતા માલુમ પડે છે કે મૂળ તસવીર 26મી જૂન, 2014ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીર ન્યૂયોર્ક ટાઇમ્સના ફોટોગ્રાફર Doug Mills તરફથી તેના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી.

ટ્વિટ સાથે ફોટોગ્રાફરે સંદેશ લખ્યો હતો કે, "રાષ્ટ્રપ્રમુખ પોતાના વિમાન એરફોર્સ વનમાં યૂએસએ અને જર્મની વચ્ચે ફીફા વર્લ્ડ કપ નિહાળી રહ્યા છે."

ફૂટબોલની તસવીર સાથે જે તસવીરને જોડવામાં આવી છે તે મોદીની તસવીર હરિયાણાના બીજેપીના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર 30મી મે, 2019ના રોજ પોસ્ટ કરવામાં આવી છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...