Home /News /national-international /

જ્યારે ઓબામાએ કહ્યું- મારી પુત્રી પણ બહાર ભણે છે તેથી હું તમને કહી રહ્યો છુ..

જ્યારે ઓબામાએ કહ્યું- મારી પુત્રી પણ બહાર ભણે છે તેથી હું તમને કહી રહ્યો છુ..

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા (ફાઈલ ફોટો)

    પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું. ઓબામાએ કહ્યું. 'યૂએસમાં ટ્રમ્પ વિભાજનના કારણ છે, તેઓ લક્ષણ નથી.'

    ઓબામાએ કહ્યું, ટ્રમ્પ મૂડીવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે, જે પહેલા પણ નેતા કરતાં રહ્યાં છે. ઓબામાએ આ વાત યૂનિવર્સિટી ઓફ ઈલીનોઈસમાં કરી. તે ઉપરાંત તેમને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.

    સંબોધન દરમિયાન ઓબામાં ભાવૂક થઈ ગયા. તેમને કહ્યું, 'પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરવી જોઈએ કેમ કે, જ્યારે તમે તમારા પાસે હોતા નથી ત્યારે તેઓ રૂમમાં બેસીને રડ્યા કરે છે.'

    તેમને કહ્યું, હું તમારા બધા સાથે એક ગંભીર વાત શેર કરવા ઈચ્છું છું, તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે પરંતુ તમારા માતા-પિતા ઘરના એક ભાગમાં બેસીને તમને યાદ કરતાં રહે છે. મારી પુત્રી પણ બહાર રહીને અભ્યાસ કરે છે તેથી હું આ વાત કરી રહ્યો છું.

    આ દરમિયાન ઓબામાએ મજાક કરતાં કહ્યું, આ યૂનિવર્સિટીએ મને પહેલા પણ આમંત્રણ મોકલ્યું હતું પરંતુ હું આવી શક્યો નહી કેમ કે, 8 વર્ષ વ્હાઈટ હાઉસને આપ્યા પછી હાલમાં હું મારા લગ્નને બચાવવા ઈચ્છું છું અને પોતાની પત્નીને સમય આપી રહ્યો છું. આનાથી પહેલા ઓબામાએ ટ્રમ્પ પ્રશાસન પર તંજ કસતા તે પણ કહ્યું હતુ કે, ડરની રાજનીતિ દેશ માટે વિભાજનકારી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Donald trump, US, બરાક ઓબામા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन