ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે

News18 Gujarati
Updated: May 17, 2020, 10:46 AM IST
ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે
બરાક ઓબામાએ કોરોના વાયરસના સંક્રમણ અટકાવાની પદ્ધતિને લઈ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી

બરાક ઓબામાએ કોરોના વાયરસના સંક્રમણ અટકાવાની પદ્ધતિને લઈ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (America)ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવાના આયોજન અને અમલને લઈ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ટીકા કરી છે. શનિવારે આ વિશે વાત કરતાં બરાક ઓબામાની આંખમાં આંસુ આવી ગયા.

ઓબામાએ જ્યોર્જિયામાં માર્યા ગયેલા અશ્વેતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે આનાથી જાણી શકાય છે કે અમેરિકામાં હજી પણ કેટલો ભેદભાવ છે. બરાક ઓબામા 2020માં ગ્રેજ્યુએટ થનારા ઐતિહાસિક અશ્વેત કોલોજોથી અભ્યાસ પૂર્ણ કરનારા સ્ટુડન્ટ્સને ઓનલાઇન સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ ટ્રમ્પનું નામ લીધા વગર તેમની પર હુમલો કર્યો હતો.

ઓબામાએ કહ્યું કે, આ મહામારીએ એ છતું કરી દીધું છે કે જે પણ લોકો દેશને ચલાવી રહ્યા છે તેઓ એ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. અનેક લોકો તો એવા પણ છે જે કોઈ જવાબદારી નથી લેવા માંગતા.

આ પણ વાંચો, Lockdown 4.0: 12 રાજ્યોના 30 શહેરોમાં લાગુ રહેશે સખ્ત લૉકડાઉન! ગુજરાતના 3 શહેર

ઓબામાએ સ્ટુડન્ટ્સને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર રહેવાનું કહ્યું. તેઓએ કહ્યું કે જો આ દુનિયા સારી થઈ શકે છે તો તેને માત્ર તમે સારી કરી શકો છો. આ પહેલા બરાક ઓબામાએ ચર્ચિત અહમદુ અર્બરીનો ઉલ્લેખ કર્યો. જ્યોર્જિયામાં એક અશ્વેત નાગરિકનું શૂટિંગ દરમિયાન મોત થયું. અશ્વેત નાગરિકના માર્યા જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને ટ્રમ્પ પ્રશાસનની ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો, કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’

 
First published: May 17, 2020, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading