1500ની વસ્તીવાળા ગામમાં માત્ર 14 લોકોએ લીધી રસી, ડરનાં મારે લગાવી સરયૂ નદીમાં છલાંગ

વેક્સીનનાં ડરથી સરયૂ નદીમાં કુદ્યા ગ્રામજનો

Vaccination Fear in Village: આ નજારો જોઇ સ્વાસ્થ્ય વિભાગનાં ટીમની મુશ્કેલીઓ વધી ગઇ. અને તે ગ્રામજનોને નદીની બહાર આવવાં અનુરોધ કરવાં લાગ્યા. પણ ગ્રામીણ ન માન્યા અને ઉપજિલ્લાઅધિકારીનાં સમજાવ્યાં બાદ ગ્રામીણ લગાવી હતી.

  • Share this:
    બારાબંકી: કોરોના વેક્સીન (Corona Vaccine) અંગે ગ્રામજનોમાં ભ્રમ અને ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સીન ન લેવા માટે કંઇપણ કરી રહ્યાં છે. હાલમાં એક ઘટના બારાબંકી (Barabanki) જિલ્લામાં જોવા મળી. જિલ્લાનાં સિસૌડા ગામમાં વેક્સીન લગાવવા પહોંચેલાં સ્વાસ્થ્ય વિભાગની ટીમને જોઇ લોકો ડરનાં માર્યા સર્યૂ નદીમાં છલાંગ લગાવા લાગ્યા હતાં. આ નજારો જોઇ સ્વાસ્થ્ય વિભાગની ટીમની હાલત ખરાબ થઇ ગઇ હતી. તેઓ ગ્રામજનોને નદીમાંથી બહાર આવવાં અનુરોધ કરી રહ્યાં હતાં. પણ ગ્રામીણ ન માન્યા. ત્યારે ઉપજિલ્લાઅધિકારીનાં સમજાવ્યાં બાદ ગ્રામજનો નદીમાંથી બહાર આવ્યાં હતાં. 1500ની વસ્તીવાળા ગામમાં માત્ર 14 લોકોએ વેક્સીન લેવાની હિંમત ભેગી કરી.

    બારાબંકી જનપદનાં રામનગરનાં એક ગામ સિસૌડાનાં ગ્રામજનોમાં વેક્સીન લગાવવાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ પહોંચી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં ટીકાકરણ કરવાની સૂચના માત્રથી ગ્રામજનોમાં ડર ફેલાઇ ગયો હતો. તેઓ ગામની બહાર વહેતી સર્યુ નદીનાં કિનારે આવી ગયા હતાં. સ્વાસ્થ્ય વિભાગની ટીમને જ્યારે આ સુચના મળી તો તેઓ નદી તરફ ગયા હતાં. અને તેમને સમજાવવાનો ટ્રાય કર્યો હતો. આ ટીમને આવતા જોઇને જ ગ્રામજનો ડરી ગયા હતાં અને સરયૂ નદીમાં ભુસકાં મારવા લાગ્યા હતાં. છલાંગ લગાવતા સમયે ગ્રામજનોને તેમનાં જીવની પણ ચિંતા ન હતી. ગ્રામજનોને નદીમાં ચલાંગ મારતા જોઇ બહાર આવવાનો અનુરોધ કર્યો હતો. પણ ગ્રામજનો બહાર આવવાં તૈયાર ન હતાં.

    ગામનાં માત્ર 14 લોકએ લીધી રસી- ઉપજિલ્લા અધિકારી (રામનગર) રાજીવ શુક્લ અને નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠીનાં સમજાવ્યાં બાદ ગ્રામીણ નદીની બહાર આવ્યાં હતાં. ઉપજિલ્લાઅધિકારીએ ગ્રામિણોની અંદર વ્યાપ્ત ડર અને ભ્રાંતિઓ દૂર કરી તેને વેક્સીન લગાવવા રાજી થઇ ગયા હતાં. ત્યારે જઇ એક બાદ એક કૂલ 14 લોકોએ વેક્સીન લગાવી હતી. આ ગામની વસ્તી 1500ની છે જેમાંથી માત્ર 14 લોકોએ રસી લીધી હતી.
    Published by:Margi Pandya
    First published: