કે.સી. કુંદન, જમુઈઃ શ્રાદ્ધ કર્મ દરમિયાન શ્રદ્ધાંજલિ સભા (Condolence Meet) અને શાંતિ ભોજ જેવા કાર્યક્રમમાં પણ લોકો સામાજિક મર્યાદાને ભૂલી જાય છે. આનું ઉદાહરણ બિહાર (Bihar)ના જમુઈ (Jamui)માં જોવા મળ્યું છે. જમુઈનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક શ્રાદ્ધ કાર્યક્રમ દરમિયાન સામાજિક સંસ્કૃતિ તથા પરંપરાની મજાક ઉડાવવામાં આવી. જમુઈના આ વીડિયોમાં લોકો બાર બાળાઓ સાથે અશ્લીલ ગીતો પર ઠુમકા (Vulgar Dance) મારતા જોવા મળ્યા છે. શરમજનક બાબત એ છે કે આ વીડિયો કોઈ વૃદ્ધ મહિલાના શ્રાદ્ધ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભાનો છે.
જમુઈના મહીસૌરી વિસ્તારમાં શ્રાદ્ધ કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગીત-સંગીત અને ભજન-કિર્તનનો પણ કાર્યક્રમ હતો. સ્ટેજ પર પહેલા તો સંગીત વાગ્યું, પણ બાદમાં અશ્લીલ ગીતો વાગવાનું શરૂ થયું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધાંજલિ સભા અને શાંતિ ભોજ દરમિયાન મંચ પર કેટલાક સ્થાનિક યુવક અને બાર બાળાઓ અશ્લીલ ગીતો પર જોરદાર ઠુમકા મારી રહ્યા છે. સામાજિક પરંપરાની મજાક ઉડાવનારો આ કાર્યક્રમ મોડે સુધી ચાલ્યો.
આ પણ જુઓ, Viral Photo: આ શહેરમાં -45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું તાપમાન, હવામાં ઈંડું અને નૂડલ્સ જામી ગયા
મળતી જાણકારી મુજબ, મહિસૌરી વિસ્તારમાં સકુના દેવીનું નિધન થયા બાદ પરિજનોએ શ્રદ્ધાંજલિ સભા અને શાંતિ ભોજનું આયોજન કર્યું હતું. તેમાં મંચથી કલાકારોએ ભક્તિ ગીત-સંગીત અને નાટકની પ્રસ્તુતિ કરી. પરંતુ ભક્તિ ગીતો બાદ અશ્લીલ સંગીત તથા ડાન્સ શરૂ થઈ ગયા. મળતી માહિતી મુજબ આ આયોજન રવિવાર અને સોમવારની રાતે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો, મહિલાનું સંદિગ્ધ મોત, પરિજનોએ ઉંદરોને ગણાવ્યા જવાબદાર!
શ્રદ્ધાંજલિ સભા અને શાંતિ ભોમાં સામેલ થયેલા લોકો સોશિયલ મીડિયા પર તેને લાઇવ પણ કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ન તો કોવિડ-19ને લઈ સામાજીક અંતરની ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું હતું અને ન તો શ્રાદ્ધ જેવા આયોજનમાં પરંપરાનું હનન રોકવાનો કોઈએ પ્રયાસ કર્યો.
Published by:Mrunal Bhojak
First published:December 30, 2020, 14:23 pm