Home /News /national-international /બિગ ન્યૂઝ: જજ વિવાદને ઉકેલવા સામે આવ્યું બાર કાઉન્સિલ, બનાવી ખાસ કમિટી

બિગ ન્યૂઝ: જજ વિવાદને ઉકેલવા સામે આવ્યું બાર કાઉન્સિલ, બનાવી ખાસ કમિટી

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ ન્યાયાધિસ વચ્ચેના વિવાદમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દખલગીરી કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે આજે એક બેઠક યોજી હતી અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક ઘણી લાંબી ચાલી હતી. બેઠક બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષે કહ્યું હતું કે, ન્યાયાધિસોને પાસેથી મુલાકાત માટેનો સમય માંગવામાં આવી રહ્યો છે. અડધાથી પણ વધારે ન્યાયાધિસોએ મળવા માટે સહમતી દર્શાવી છે. જ્યારે બાકીના ન્યાયાધિસો કે જે હાલ બહાર છે તેમની સહમતી મેળવી લેવામાં આવશે.

    દેશના ઈતિહાસમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજ મીડિયા સમક્ષ આવીને મુખ્ય ન્યાયમૂર્તિ પર ગંભીર આરોપ લગાવતા ભારે વિવાદ સર્જાયો છે. હવે કાયદા સાથે જોડાયેલા અને ન્યાયતંત્રના દિગ્ગજો ઉપરાંત દેશભરના લોકોની નજર ન્યાયપાલિકા સાથે સંકલાયેલા આ વિવાદ પર મંડાઈ છે, તેવામાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજ વચ્ચે મતભેદનો અંત આણવાની દિશામાં પહેલ કરી છે. બાર કાઇન્સિલે તેના માટે 7 સભ્યોનું એક ખાસ પ્રતિનિધિમંડળ બનાવ્યું છે. જે આવતી કાલે રવિવારે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધિસો સાથે સમગ્ર મામલે ચર્ચા કરશે.


    બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આજે એટલે કે, શનિવારે સાંજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન મિશ્રાએ કહ્યું હતું કે, સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારૂ 7 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતી કાલે રવિવારે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધિસો સાથે મુલાકાત કરશે.


    અગાઉ શનિવારના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેંદ્ર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાની મુલાકાતનો પ્રયાસ કર્યો. જોકે બંનેની મુલાકાત થઇ શકી નહોતી. ટીવી રિપોર્ટ્સના મતે નૃપેંદ્ર મિશ્ર અંદાજે 5 મિનિટ સુધી ચીફ જસ્ટિસના ઘરની બહાર ઉભા રહ્યા, પરંતુ મીટિંગ થઇ શકી નહીં. બીજીબાજુ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ એ કહ્યું કે આશા છે કે આખો મામલો યોગ્ય રીતે ઉકેલવામાં આવે.


    ગગન મિશ્રાએ કહ્યું હતું કે, "અમે ભારની ભાવના ન્યાયામૂર્તિઓ સમક્ષ રજૂ કરીશું અને આગ્રહ કરીશું કે વિવાદનો શાંતિપૂર્ણ રીતે અને જેમ બને તેમ ઝડપી ઉકેલ લાવવામાં આવે." તેમણે કહ્યું હતું કે, વિવાદ ઉકેલવામાં બાર એસોસિએશનના વરિષ્ઠ સભ્યોની જરૂર પડશે તો અમે તેના માટે પણ તૈયાર છીએ. મિશ્રાએ કહ્યું હતું કે, "ન્યાયતંત્ર પર લોકોને અતૂટ વિશ્વાસ છ. અમે એવું કોઈ જ કામ નહીં થવા દઈએ જેથી તેને આઘાત પહોંચે."
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Political parties, Supreme Court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन