Home /News /national-international /નકલી દવાઓ બનાવતી કંપનીઓની ખેર નથી! મોદી સરકાર લાવશે નવો કાયદો, ટોપ 300 બ્રાન્ડ્સ પર લાગશે બારકોડ

નકલી દવાઓ બનાવતી કંપનીઓની ખેર નથી! મોદી સરકાર લાવશે નવો કાયદો, ટોપ 300 બ્રાન્ડ્સ પર લાગશે બારકોડ

નકલી દવાઓ પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકાર ઝડપથી મોટુ પગલું ભરી શકે છે.

Bar Code on Medicines: દવા બનાવતી કંપનીઓને દવાઓના પેકેટ્સ પીઆર બાર કોડ અને QR કોડ ફરજીયાત લગાવવાની ફરજ પાડવામાં આવે તેવી શક્યતા છે. ભારતમાં દવાઓના બજારમાં કેન્દ્ર સરકાર એક નવો અને જરૂરી નિયમ લાવવાની તૈયારીમાં છે.

નવી દિલ્હી: ભારતમાં દવાઓના બજારમાં કેન્દ્ર સરકાર એક નવો અને જરૂરી નિયમ લાવવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં દવા બનાવટી કંપનીઓને દવાઓના પેકેટ્સ પીઆર બાર કોડ અને QR કોડ ફરજીયાત લગાવવાની ફરજ પાડવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ 18 ને મળેલી માહિતી અનુસાર આ પગલું લીધા બાદ દવાઓમાં સારી જેન્યુઇન પ્રોડક્ટ શોધવાની ક્વાયત આસાન બની જશે.

આ પગલું એટલા માટે સુસંગત છે કારણ કે તે ભારતમાં વેચવામાં આવતી નકલી દવાઓનાં ઉત્પાદનો અથવા નકલી દવાઓના પડકારને દૂર કરવામાં આ ખુબ મહત્વનો ભાગ ભજવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અગાઉના અંદાજ મુજબ, વિશ્વભરમાં વેચાતી લગભગ 35 ટકા નકલી દવાઓ ભારતમાંથી આવે છે.

આ ઘટનાક્રમથી માહિતગાર એક સરકારી અધિકારીએ News18 ને જણાવ્યું હતું કે, "આ સંબંધે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આગામી થોડા અઠવાડિયામાં આ પગલું અમલમાં મુકાય તેવી શક્યતા છે,"

તેમણે જણાવ્યું હતું કે, “આ પગલું ફરજિયાત હોવાથી, અમે ચર્ચા કરી રહ્યા છીએ કે શું પહેલા માત્ર પસંદગીની દવાઓ પ્રથમ તબક્કામાં બારકોડિંગમાંથી પસાર થઈ શકે છે અને ત્યારબાદ સમગ્ર ફાર્મા ઉદ્યોગ પછીથી નિયમ લાગુ કરી શકે કે કેમ? તેથી સૌથી વધુ વેચાતી 300 બ્રાન્ડ્સની યાદી બહાર પાડવામાં આવશે જે પ્રથમ રાઉન્ડમાં QR અથવા બારકોડના નવા આદેશને અપનાવશે."

આ જાણીતી દવાઓનો થશે સમાવેશ

આ બ્રાન્ડ્સમાં ભારતીય ફાર્મા માર્કેટમાં સૌથી વધુ વેચાતી લોકપ્રિય દવાઓ જેમ કે એલેગ્રા, ડોલો, ઓગમેન્ટિન, સેરિડોન, કેલ્પોલ અને થાઈરોનોર્મનો સમાવેશ થશે.

"એકવાર પ્રથમ તબક્કો સરળતાથી પૂર્ણ થઈ જાય, અમે તમામ હાઈ વોલ્યુમ મોલેક્યુલ તરફ આગળ વધીશું" સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર કેન્દ્રીય ડેટાબેઝ એજન્સીની સ્થાપનાની તૈયારી કરી રહી છે જેથી આખી ઇન્ડસ્ટ્રી માટે બારકોડ પ્રોવાઇડર કોઈ એક જ હોય

બારકોડિંગ કેવી રીતે કામ કરશે?

જૂનમાં ડ્રાફ્ટ નોટિફિકેશન ઇશ્યૂમાં, સરકારે જણાવ્યું હતું કે ફોર્મ્યુલેશન પ્રોડક્ટ્સના ઉત્પાદકો તેમના પ્રાથમિક પેકેજિંગ લેબલ પર બાર કોડ અથવા કવીક રિસ્પોન્સ કોડ છાપશે અથવા જોડશે અને પ્રમાણીકરણની સુવિધા માટે દ્વિતીય પેકેજીંગ લેબલ સ્ટોરનો ડેટા અને સોફ્ટવેર એપ્લિકેશન સહીતની માહિતી ઓથેન્ટિકેશન સરળ બનાવે તેવી માહિતી પુરી પડશે

સંગ્રહિત ડેટા અથવા માહિતીમાં યુનિક પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશન કોડ, દવાનું સાચું અને જેનરિક નામ , બ્રાન્ડનું નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, બેચ નંબર, ઉત્પાદનની તારીખ, સમાપ્તિ તારીખ અને ઉત્પાદન લાઇસન્સ નંબરનો સમાવેશ થવો જોઈએ.
First published:

Tags: Central Goverment, Medicines, Modi goverment

विज्ञापन