Home /News /national-international /મુસ્લિમ છોકરો અને હિંદુ છોકરીનો પ્રેમ બન્યો જીવલેણ, યુવતીના પરિવારે મોહમ્મદ તનવીરને મારીને લાશ નદીમાં ફેંકી
મુસ્લિમ છોકરો અને હિંદુ છોકરીનો પ્રેમ બન્યો જીવલેણ, યુવતીના પરિવારે મોહમ્મદ તનવીરને મારીને લાશ નદીમાં ફેંકી
નદીમાંથી મળી યુવકની લાશ
મળતી માહિતી પ્રમાણે, કાવતરું ઘડીને યુવતીના દ્વારાથી પરિવારના સભ્યોના દબાણ પર પ્રેમીને મોડી રાત્રે બોલાવવામાં આવ્યો હતો. બાદમાં પરિવારજનો દ્વારા પ્રેમીનું ગળું દબાવીને લાશને ગામના તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બીજા દિવસે સવારે જ્યારે મોહમ્મદ તનવીરનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.
બાંકા: મુસ્લિમ છોકરાને એ જ ગામની હિન્દુ છોકરી સાથે પ્રેમ કરવો મોંઘો પડ્યો હતો. આ કેસમાં યુવતી અને તેના પરિવારના સભ્યો દ્વારા પ્રેમીની હત્યા કરવાના મામલે યુવતી સહિત તેના પિતા અને બે ભાઈઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઘટના બાંકા જિલ્લાના ધોરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહિલા ગામની છે.
આ ઘટના 13મી જાન્યુઆરીની મોડી રાતની જણાવવામાં આવી રહી છે. આ પ્રેમી મોહમ્મદ તનવીરને તેના જ ગામના દિલીપ યાદવની પુત્રી સાથે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંને સતત ફોન પર વાત કરતા હતા. આ વાતથી યુવતીના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. સગાંવહાલાં દ્વારા યુવતીના લગ્ન પણ અન્ય કોઈ જગ્યાએ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ બંને પ્રેમપ્રકરણ અટકવાનું નામ લઈ રહ્યા ન હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના દિવસે યુવક તેના ઘરે જમ્યા બાદ આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન, ફોન આવતા તે ઘરની બહાર નીકળી ગયો હતો. આ પછી તે આખી રાત સુધી પરત ન ફર્યો. બીજા દિવસે સવારે તેનો મૃતદેહ તેના ગામના તળાવમાંથી મળી આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના સભ્યોના દબાણ પર કાવતરાખોર દ્વારા પ્રેમીને મોડી રાત્રે બોલાવવામાં આવ્યો હતો. બાદમાં પરિવારજનો દ્વારા પ્રેમીનું ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. આ બાદ, લાશને ગામના તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બીજા દિવસે સવારે જ્યારે મોહમ્મદ તનવીરનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
જ્યારે પોલીસ તપાસ આગળ વધી ત્યારે, કેટલીક કડીઓના આધારે ગામના દિલીપ યાદવ, પુત્રી પ્રિયા કુમારી, સની અને પિયુષ કુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. હત્યાનો મામલો સામે આવતાં જ ચારેયને જેલમાં મોકલી દેવાયા હતા.
આ મામલે તપાસ કરેલા બાંકા એસડીપીઓ બિપિન બિહારીએ જણાવ્યું કે, મોહમ્મદ તનવીરની હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં જ પ્રેમિકાના કાવતરાના કારણે પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર