આ સરકારી બેંક બંધ કરશે 51 બ્રાંચ, 30 નવેમ્બર બાદ ચેકબૂક પણ નહીં ચાલે

News18 Gujarati
Updated: October 3, 2018, 7:16 PM IST
આ સરકારી બેંક બંધ કરશે 51 બ્રાંચ, 30 નવેમ્બર બાદ ચેકબૂક પણ નહીં ચાલે
આ સરકારી બેંકના પુણે સ્થિત હેડક્વાટરમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંધ થનારી બ્રાંચ શહેરી વિસ્તારોમાં આવેલી છે.

આ સરકારી બેંકના પુણે સ્થિત હેડક્વાટરમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંધ થનારી બ્રાંચ શહેરી વિસ્તારોમાં આવેલી છે.

  • Share this:
બેંક ઓફ મહારાષ્ટ્રે પોતાની 51 બ્રાંચ બંધ કરવાની જાહેરાત કરી છે, આ સરકારી બેંકના પુણે સ્થિત હેડક્વાટરમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંધ થનારી બ્રાંચ શહેરી વિસ્તારોમાં આવેલી છે, આ બ્રાંચમાં ફાયદો નહોતો થઇ રહ્યો, બેંકના સૂત્રોનું કહેવું છે કે આ 51 શાખાઓ બંધ કરી તેને અન્ય શાખાઓમાં ભેળવવામાં આવશે. એટલે કે ગ્રાહકોના ખાતા અન્ય બ્રાંચમાં સિફ્ટ થશે.

IFSC કોડ રદ્દ થયા

બેંક ઓફ મહારાષ્ટ્રની દેશભરમાં કુલ 1900 બ્રાંચ છે, બીઓએમએ સોમવારે પોતાની જાહેરાતમાં કહેવામાં આવ્યું કે બેંકે લોકોની સુવિધા માટે આ શાખાઓનું વિલય કર્યું છે, બંધ થયેલી શાખાઓના આઈએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ રદ્દ કરવામાં આવ્યા છે અને તમામ બચત, ચાલુ તથા અન્ય એકાઉન્ટ વિલય કરવામાં આવેલી શાખાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જેનો અર્થ થયો કે હવે ગ્રાહકોના ખાતા અન્ય બ્રાંચમાં શિફ્ટ થઇ જશે.

30 નવેમ્બર બાદ નહીં કામ કરે ચેકબૂક

બેંક ઓફ મહારાષ્ટ્રની બંધ કરવામાં આવેલી શાખાઓના તમામ ગ્રાહકોને તેમના અગાઉ જાહેર કરેલી ચેકબૂક 30 નવેમ્બર સુધી પરત જમા કરાવી તથા નવી શાખાના આઇએફસીએસ/એમઆઇસીઆર કોડ ની સાથે ચૂકવણી કરવાના નિર્દેસ આપવામાં આવ્યા છે, બેંક ઓફ મહારાષ્ટ્રે જણાવ્યું કે જૂના IFSC/MICR કોડ 31 ડિસેમ્બરથી હંમેશા માટે અમાન્ય થઇ જશે, આ માટે ગ્રાહકો પોતાના તમામ બેંકિંગ લેવડદેવડ નવા IFSC/MICR કોડથી કરવાના રહેશે.
First published: October 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading