Home /News /national-international /

ગરીબોને સો સવાલ, અમીરોની તપાસ નહીં: HCની બેંકને ફટકાર

ગરીબોને સો સવાલ, અમીરોની તપાસ નહીં: HCની બેંકને ફટકાર

    મદ્રાસ હાઈકોર્ટે બેંકોની લોન આપવાની પ્રક્રિયા અને માપદંડ પર સવાલ ઉઠાવ્યાં છે. કોર્ટે કહ્યું કે બેંક અરબપતિ વેપારીઓ અને મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને લોન આપવા માટે અલગ અલગ માપદંડ અપનાવે છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની એક એન્જીનીયરીંગ વિદ્યાર્થીનીને એજ્યુકેશન લોન આપવાના આદેશ વિરુદ્ધ બેંકની અપીલને નામંજૂર કરતાં શુક્રવારે આ નિવેદન આપ્યું હતું.

    કોર્ટે કહ્યું હતું કે,'બેંક પહેલા તો અરબપતિ વેપારીઓને કોઈપણ સિક્યોરીટી વગર લોન આપી દે છે કે પછી લેટર્સ ઓફ અંડરટેકિંગ (LOU) પાસ કરી દે છે. ત્યાર પછી જ્યારે કૌભાંડ સામે આવે છે અને બધું હાથથી જતું રહે છે તો બેંક લોનની રિકવરી માટે એક્શન લે છે. કોર્ટે સાથે જ કહ્યું કે બીજી તરફ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોના મામલામાં બેંક અલગ માપદંડ અપનાવે છે. તેમની પાસેથી બધા કાગળીયા લે છે અને પુરતી તપાસ પછી જ ઘણી મુશ્કેલીઓ પછી લોન પાસ કરે છે.'

    જસ્ટિન કે કે શશિધરન અને જસ્ટિસ પી. વેલમુરુગનની ડિવિઝન બેંચે આ ટિપ્પળી ઈન્ડિયન ઓવરસીઝ બેંક (આઈબી) દ્વારા એક સિંગલ જજના આદેશ સામે અપીલને નામંજૂર કરતા કરી. આ આદેશમાં બેંકને તમિલનાડુમાં ઓબીસી વર્ગની એક છાત્રાને એજ્યુકેશન લોન આપવાનું કહેવામાં આવ્યું, આઈઓબીએ આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલને નામંજૂર  કરતાં હાઈકોર્ટે ગરીબ છાત્રાને એજ્યુકેશન લોન આપવાની ના પાડતા બેંક પર 25 હજારનો દંડ પણ વસુલ્યો.

    નોંધનીય છે કે બેંકમાંથી વિદ્યાર્થીનીને લોન આપવાની ના પાડતા તેણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યાં સિંગલ બેંચે વિદ્યાર્થીનીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અન લોન મંજૂર કરવાનો આદેશ આપ્યો. બેંકે આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટની મોટી બેંચમાં અપીલ કરી હતી. આ અપીલને નામંજૂર કરતાં હાઈકોર્ટની બે સદસ્યની બેંચે આ નિર્ણય આપ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bank loan, Education loan, Madras high court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन