રૂ. 60 હજાર કરોડ સુધી પહોંચી શકે છે બેંક કૌભાંડનો આંકડોઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: February 17, 2018, 11:24 AM IST
રૂ. 60 હજાર કરોડ સુધી પહોંચી શકે છે બેંક કૌભાંડનો આંકડોઃ રિપોર્ટ
31 માર્ચ, 2017 સુધી બેંકમાં લોન ફ્રોડની 8,670 ફરિયાદ સામે આવી છે

આંકડાઓ પ્રમાણે છેલ્લા પાંચ નાણાકિય વર્ષમાં 31 માર્ચ, 2017 સુધી બેંકમાં લોન ફ્રોડની 8,670 ફરિયાદ સામે આવી છે.

  • Share this:
પંજાબ નંશનલ બેંકમાં થયેલા 11 હજાર કરોડ રૂપિયાના ફ્રોડથી રોકાણકારો પરેશાન છે. જોકે, કૌભાંડની રકમ જેટલી આંકવામાં આવી છે તેનાથી ખૂબ મોટી હોઈ શકે છે. આરબીઆઈનું માનીએ તો બેન્કિંગ સેક્ટરમાં થયેલા ફ્રોડની રકમ 11 હજાર કરોડથી અનેકગણી વધારે છે. ન્યૂઝી એજન્સી રોયટર્સના આરટીઆઈ દ્વારા આરબીઆઈ પાસેથી આંકડાઓ મેળવ્યા છે.

આંકડાઓ પ્રમાણે છેલ્લા પાંચ નાણાકિય વર્ષમાં 31 માર્ચ, 2017 સુધી બેંકમાં લોન ફ્રોડની 8,670 ફરિયાદ સામે આવી છે, જેની કુલ કિંમત 60,000 કરોડ જેટલી થાય છે.

રોયટર્સના ડેટાના આધારે જણાવ્યું કે, બેન્કિંગ સેક્ટરમાં બેડ લોનના કેસ ગત વર્ષે 149 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા છે. તાજેતરના નાણાકિય વર્ષમાં બેંક લોન ફ્રોડમાં પણ ઝડપથી વધારો થયો છે, આ આંકડો 176.34 બિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડેટાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2012-13માં આ આંકડો 63.57 બિલિયન રૂપિયા હતો, જેમાં પીએનબી ફ્રોડ સામેલ નથી.

જોકે, આરબીઆઈએ આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. જૂન 2017માં સેન્ટ્રલ બેંકે પોતાના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું હતું કે, નાણાકિય સંસ્થાઓમાં ફ્રોડના બનાવોએ એક મોટું ભયજનક સેક્ટર બનીને ઉભરી રહ્યા છે.

નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ સસ્પેન્ડ

વિદેશ મંત્રાલયે પીએનબી ગોટાળાના આરોપી નિરવ મોદીનો પાસપોર્ટ હંગામી ધોરણે રદ કરી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ભલામણ બાદ મેહુલ ચોકસીનો પાસપોર્ટ પણ આગામી ચાર અઠવાડિયા માટે રદ કરી નાખવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીને એક અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કર્યો છે, આવું નહીં કરે તો તેમના પાસપોર્ટ રિન્યૂ નહીં કરવામાં આવે. ઈડીએ ગુરુવારે નીરવ મોદીના 12 ઠેકાણ પર દરોડા પાડ્યા હતા. ઈડીએ નીરવ મોદીના વિવિધ શોરૂમ્સ પરથી 5100 કરોડના હીરા-જવેરાત અને જ્વેલરી જપ્ત કરી છે. ઈડીએ નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.નીરવ મોદી ન્યૂયોર્કની હોટલમાં હોવાના અહેવાલ

પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા રૂ. 11,330 કરોડના કૌભાંડમાં આરોપી રહેલા નીરવ મોદી તેમની સામે ફરિયાદ દાખલ થાય તે પહેલા જ દેશ છોડીના ચાલ્યા ગયા હતા. નીરવ મોદી અત્યારે ન્યૂયોર્કમાં છે. CNN News18ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે નીરવ ન્યૂયોર્કની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે. આ હોટલ નીરવ મોદીના ન્યૂયોર્ક સ્થિત લક્ઝરી મેડિસિન એવન્યૂ જ્વેલરી રિટેલ સ્ટોર પાસે જ આવેલી છે. નીરવ ત્યાં છે તેની પૃષ્ટિ હોટલ મેનેજમેન્ટ તરફથી થઈ છે.

7 વર્ષથી ચાલી રહ્યું હતું કૌભાંડ

આ ગોટાળાને ભારતીય બેન્કિંગના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. બુધવારે પીએનબીએ 11,333 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ બોગસ ટ્રાન્ઝેક્શન છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યા હતા છતાં બેંકને ક્યારેય આ અંગે ખબર પડી ન હતી. આ કૌભાંડમાં પીએનબી ઉપરાંત અન્ય ત્રણ ભારતીય બેંક પણ સામેલ હોવાની પણ માહિતી મળી રહી છે. આ બેંકોમાં એક્સિસ બેંક, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અલાહાબાદ બેંકનો સમાવેશ થાય છે. આ બેંકોની વિદેશી બ્રાન્ચોમાં પણ આવી છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કેવી રીતે થયું આટલું મોટું કૌભાંડ?

સામાન્ય રીતે બેંકો વચ્ચે આ પ્રકારની લેવડ-દેવડ માટે એક જાતનો કરાર હોય છે. જો કોઈ બેંક આ લેટર ઓફ અન્ડરટેકિંગ જાહેર કરે છે તો બીજી બેંક તેનો સ્વીકાર કરીને ટ્રેડર્સ અથવા બાયર્સને એટલી ક્રેડિટ આપે છે. આ કૌભાંડમાં વિદેશમાં આવી બેંકોની શાખાઓમાંથી જ્વેલરી કંપનીઓના આઉટલેટ્સ દ્વારા બેંકના કર્મચારીઓની મિલિભગતથી આવા અન્ડરટેકિંગ લેટરનો જરૂર કરતા વધારે વખત ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીએનબીના કર્મચારીઓ દ્વારા બોગસ અન્ડરટેકિંગ લેટર્સ જાહેર કરવામાં આવ્યા હતા, જે કૌભાંડનું મૂળ કારણ છે.

આ જ્વેલરી કંપનીઓની વિદેશમાં હોંગકોંગ, દુબઈ અને ન્યૂયોર્ક વગેરેમાં દુકાનો છે. આ દુકાનો એલઓયૂના આધાર પર બાયર્સ ક્રેડિટનો 2010થી લાભ ઉઠાવતી આવી છે. પરંતુ 25મી જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર એક પેમેન્ટ ન થઈ શકવાને કારણે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
First published: February 17, 2018, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading