બિરલા પરિવારનાં દાદાએ શરૂ કરેલી બેંકે પૌત્રને ડિફોલ્ટર જાહેર કર્યો

યશ બિરલા

યશ બિરલાનાં ગ્રુપની કંપની બિરલા સૂર્યા લિમિટેડે યુકો બેંક પાસેથી 67 કરોડ રૂપિયાનું લેણું લીધું હતું પણ ચૂકવ્યું નથી

 • Share this:
  સમગ્ર દેશમાં જ્યારે અમીર પરિવારોની વાત આવે ત્યારે બિરલા પરિવારની વાચ અચૂક આવે. પણ સમય-સમય બળવાન હોય છે. યુકો બેંકનું દેણૂ ચૂકવી ન શકાનારા યશોધર બિરલાને બેંકે વિલફૂલ ડિફોલ્ટર તરીકે જાહેર કર્યા છે. તેના દાદાએ આ બેંકની સ્થાપના કરી હતી.

  યશ બિરલાનાં ગ્રુપની કંપની બિરલા સૂર્યા લિમિટેડે યુકો બેંક પાસેથી 67 કરોડ રૂપિયાનું લેણું લીધું હતું પણ ચૂકવ્યું નથી. ઇસીલિયે બેંકે યશોધર બિરલાને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યા છે.

  યુકો બેંક સ્થાપના યશોધર બિરલાનાં પરદાદા ઘનશ્યામદાસ બિરલાએ કરી હતી. જી.ડી બિરલાનાં ભાઇ રામેશ્વરદાસ બિરલા યશ બિરલાનાં પિતા અશોક બિરલાનાં દાદા હતા.

  બેંગ્લુરુમાં તેમના માતા-પિતાનું એક વિમાન દુર્ધટનામાં મૃત્યુ થયા બાદ યશ બિરલાએ 23 વર્ષની ઉંમરે પરિવારનાં ધંધાનો સંભાળ્યો હતો.
  હવે શું થશે ?

  વિલફૂલ ડિફોલ્ટર જાહેર થયા પછી તે હાલનાં ધંધામાં તો ઠીક પણ બીજી અન્ય કોઇ કંપનીમાં હોદ્દા પર હોય તો તેમને પણ ફંડીગ મળતુ નથી.

  વિલફૂલ ડિફોલ્ટરનો મતલબ શુ છે?

  આનો મતલબ એવો થાય છે કે, એવા વ્યક્તિઓ જેણે બેંક પાસેથી લેણું લીધી પછી ચૂકવતા નથી અથવા એ ફંડનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે આ લેણું ચુકવવાની ક્ષમતા હોવા છતાંય તે લેણું ચુકવતા નથી તે સંજોગોમાં બેંક આવા વ્યક્તિઓને વિલફૂલ ડિફોલ્ટરર જાહેર કરે છે.

  આ પ્રક્રિયા હાથ ધરતા પહેલા તે વ્યક્તિને સાંભળવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
  Published by:Vijaysinh Parmar
  First published: