Home /News /national-international /શું ભારતના આ પાડોશી દેશમાં પણ શ્રીલંકા જેવું સંકટ છે? પેટ્રોલના ભાવમાં 51.7 ટકાનો વધારો

શું ભારતના આ પાડોશી દેશમાં પણ શ્રીલંકા જેવું સંકટ છે? પેટ્રોલના ભાવમાં 51.7 ટકાનો વધારો

બાંગ્લાદેશમાં પેટ્રોલમાં ભાવ વધારાથી હવે એક લીટર પેટ્રોલની કિંમત 130 ટકા (બાંગ્લાદેશી કરન્સી) અને ડિઝલની કિંમત 114 ટકા થઇ ગઈ

Bangladesh hikes fuel prices - લોકો ગાડીઓ લઇને પેટ્રોલ પંપો તરફ જતા જોવા મળ્યા, પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભારે વધારાના કારણે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા

ઢાકા : બાંગ્લાદેશમાં (Bangladesh) શનિવારે પેટ્રોલની કિંમતોમાં (Bangladesh petrol prices)51.7 ટકા અને ડીઝલની કિંમતમાં (Bangladesh Diesel prices)42 ટકાનો વધારો કરાયો છે. તેનાથી બાંગ્લાદેશમાં મોંઘવારી વધવાના સંકેત છે. બાંગ્લાદેશમાં પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભારે વધારાના કારણે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે. લોકો ગાડીઓ લઇને પેટ્રોલ પંપો તરફ જોવા મળ્યા છે. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન એટલા ઉગ્ર હતા કે ઘણા શહેરોમાં આગજની અને પત્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસે પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો.

બાંગ્લાદેશમાં ભાવવધારો જોતા શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાવવાની દહેશત છે. શ્રીલંકા હાલ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આર્થિક સંકટના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષે દેશ છોડી ભાગવું પડ્યું હતું.

આ પણ વાંચો - ચીન-તાઈવાન યુદ્ધના કારણે ભારતની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર ઊભું થશે સંકટ?

જોકે ભાવ વધારાથી બાંગ્લાદેશની સરકાર પર સબસિડીનો ભાર ઓછો થઇ જશે. બાંગ્લાદેશ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક રહ્યું છે. વર્તમાન સમયમાં તેની અર્થવ્યવસ્થા 416 અબજ ડોલરની છે.

આઝાદી પછી પ્રથમ વખત કિંમત આ સ્તર પર પહોંચી


બાંગ્લાદેશે મોંઘવારીથી નિપટવા માટે આઈએમએફ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લીધી છે. દુનિયાભરમાં વધી રહેલા વસ્તુઓના ભાવે બાંગ્લાદેશનું આયાત બિલ વધારી દીધું છે. જેના કારણે અર્થવ્યવસ્થા દબાણનો સામનો કરી રહી છે. બાંગ્લાદેશમાં પેટ્રોલમાં ભાવ વધારાથી હવે એક લીટર પેટ્રોલની કિંમત 130 ટકા (બાંગ્લાદેશી કરન્સી) અને ડીઝલની કિંમત 114 ટકા થઇ ગઈ છે. 1947માં આઝાદી પછી પ્રથમ વખત કિંમત આ સ્તર પર પહોંચી છે.

આ પણ વાંચો - Marutiની વેગનઆર, સ્વિફ્ટ કે બલેનો નહીં પણ આ કાર છે લોકોની પ્રથમ પસંદ, આંખો બંધ કરી ખરીદાય છે ગાડી

કિંમત વધારો જરૂરી હતો


બાંગ્લાદેશ સરકારે એક નિવેદનમાં કહ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં વધારો થવાથી ઇંધણમાં ભાવ વધારો જરૂરી બન્યો હતો. સરકારના મતે છેલ્લા છ મહિનામાં સરકારી તેલ કંપની બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને 8 અબજ ટકાનું નુકસાન થયું છે. બાંગ્લાદેશના ઉર્જા અને ખનીજ સંશાધન મંત્રી નસરુલ અહમદે કહ્યું કે નવી કિંમતો બધા માટે અસહનીય હશે પણ સરકાર પાસે કોઇ વિકલ્પ નથી. લોકોએ ધીરજ રાખવી પડશે.
First published:

Tags: Diesel rate, Petrol Diese price, Petrol rate, બાંગ્લાદેશ