ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો થતાં PM હસીનાએ પણ ઉપયોગ બંધ કર્યો

News18 Gujarati
Updated: November 18, 2019, 9:26 AM IST
ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો થતાં PM હસીનાએ પણ ઉપયોગ બંધ કર્યો
ડુંગળીના ભાવ 25 રૂપિયે કિલોથી 220 રૂપિયે પહોંચતા શેખ હસીનાએ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળી હટાવી દીધી (ફાઇલ તસવીર)

ડુંગળીના ભાવ 25 રૂપિયે કિલોથી 220 રૂપિયે પહોંચતા શેખ હસીનાએ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળી હટાવી દીધી

  • Share this:
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh)માં ડુંગળીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. જોકે, આ પહેલા બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina)એ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળીને હટાવી દીધી હતી.

ભારત દ્વારા નિકાસ રોકાયા બાદ તેના પડોશી દેશોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતમાં ચોમાસા (Monsoon)માં અતિવૃષ્ટિના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું જેનાથી ઉત્પાદન ઓછું થયું છે. દક્ષિણ એશિયા (South Asia)ના દેશોમાં ડુંગળી ભોજનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તે રાજકીય રીતે પણ ઘણું સંવેદનશીલ ખાદ્ય ઉત્પાદન છે.

એક કિલો ડુંગળીનો ભાવ જાણી ચોંકી જશો

બાંગ્લાદેશમાં એક કિલો ડુંગળીનો ભાવ સામાન્ય રીતે 30 ટકા (લગભગ 25 રૂપિયા કિલો) રહે છે પરંતુ ભારતથી નિકાસ બંધ થતાં અને ઉપલબ્ધતા ઓછી હોવાના કારણે ડુંગળીના ભાવ ઝડપથી વધીને 260 ટકા (ભગભગ 220 રૂપિયા કિલો) પર પહોંચી ગયો.

બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીનાના ઉપ-પ્રેસ સચિવ હસન જાહિદ તુષારે એએફપીને કહ્યુ કે, ડુંગળી પ્લેન મારફતે મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ વડાંપ્રધાને કહ્યું કે, તેઓએ પોતાના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેઓએ કહ્યુ કે, ઢાકામાં વડાંપ્રધાન આવાસ પર કોઈ પણ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો.

આ દેશોથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છેસ્થાનિક મીડિયા અનુસાર ડુંગળીના અનેક ડિલિવરી મુખ્ય પોર્ટ ચટિગાંવ (Chitganv) શહેરમાં રવિવારે પહોંચી છે. જનતાના રોષને જોતાં મ્યાનમાર (Myanmar), તુર્કી (Turkey), ચીન (China) અને ઈજિપ્ત (Egypt)થી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશના સાર્વજનિક ઉપક્રમ બાંગ્લાદેશ વેપાર નિગમ પણ 45 ટકા પ્રતિ કિલોમાં રાજધાનીમાં ડુંગળીનું વેચાણ કરી રહ્યું છે.
First published: November 18, 2019, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading