Home /News /national-international /

બાંગ્લાદેશ કોર્ટનો આદેશ, મેરેજ સર્ટિફિકેટમાંથી 'વર્જિન' શબ્દ હટાવવામાં આવે

બાંગ્લાદેશ કોર્ટનો આદેશ, મેરેજ સર્ટિફિકેટમાંથી 'વર્જિન' શબ્દ હટાવવામાં આવે

બાંગ્લાદેશ સરકારને મેરેજ સર્ટિફિકેટમાં બદલાવ કરવા માટે સર્વોચ્ચ અદાલતે બે મહિનાનો સમય આપ્યો છે.

બાંગ્લાદેશ સરકારને મેરેજ સર્ટિફિકેટમાં બદલાવ કરવા માટે સર્વોચ્ચ અદાલતે બે મહિનાનો સમય આપ્યો છે.

    બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે (Apex Court) મુસ્લિમ સમાજના નિકાહનામાને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate)માંથી વર્જિન (કુમારિકા) શબ્દ હટાવી દેવાનો આદેશ કર્યો છે. કોર્ટનું કહેવું છે કે લગ્ન નોંધણીના પ્રમાણપત્ર પર પત્ની માટે ઉપયોગમાં લેવાતો આ શબ્દ અમાનવીય અને ભેદભાવ ઉભો કરતો છે.

    દક્ષિણ એશિયન દેશોમાં મુસ્લિમ મેરેજ લૉ અંતર્ગત પત્નીએ લગ્નના સર્ટિફિકેટમાં ત્રણ વિકલ્પમાંથી એકની પસંદગી કરવી પડી છે. જેમાં કુંવારી (વર્જિન), વિધવા અને તલાક લેનારનો સમાવેશ થાય છે.

    ડેપ્યૂટી ઍટર્ની જનરલ અમિત તાલુકદારે એએફપીને જણાવ્યું કે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મેરેજ સર્ટિફિકેટમાં આપેલા વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ હટાવવો પડશે. આની જગ્યાએ "અવિવાહિત" શબ્દ ઉમેરવામાં આવશે.

    આ પણ વાંચો : પત્નીએ કોર્ટમાં કહ્યું- પતિ ઝઘડો જ નથી કરતો, મને છૂટાછેડા અપાવો!

    સર્વોચ્ચ કોર્ટે બાંગ્લાદેશ સરકારને મેરેજ સર્ટિફિકેટમાં સુધારો કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. કોર્ટ ઓક્ટોબરમાં વિસ્તૃતમાં આ અંગેનો આદેશ જાહેર કરશે. નોંધનીય છે કે બાંગ્લાદેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે. દેશની કુલ વસતીના 90 ટકા લોકો મુસલમાન છે.

    2014માં કોર્ટમાં કેસ દાખલ કરનાર વકીલ અયનૂન નહાર સિદ્દીકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ખરેખર સીમાચિહ્નરૂપ ચુકાદો છે. 1961થી બાંગ્લાદેશમાં લગ્નના સર્ટિફિકેટ પર આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો હતો. જે બાદમાં જમણેરી જૂથોએ આની ખૂબ ટીકા કરી હતી. તેમના કહેવા પ્રમાણે આ શબ્દનો ઉપયોગ મહિલાઓ માટે શરમજનક બાબત છે, તેમજ તે મહિલાઓ પ્રત્યે ભેદભાવ ઉભો કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Nikah, બાંગ્લાદેશ, મુસ્લિમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन