Home /News /national-international /

મમતાના ભત્રીજાએ PMને મોકલી નોટિસ, 36 કલાકમાં જવાબ માગ્યો

મમતાના ભત્રીજાએ PMને મોકલી નોટિસ, 36 કલાકમાં જવાબ માગ્યો

    તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માનહાની નોટિસ મોકલી છે. આ નોટિસ અભિષેકના ડાયમંડ હાર્બરમાં 15 મેએ જનસભા દરમિયાન ટિપ્પણી મામલે મોકલવામાં આવી છે. બેનર્જીના વકીલ સંજય બાસુ તરફથી મોકલવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે તમારા તરફથી આપવામાં આવેલા ભાષણથી સ્પષ્ટ થાય છે કે તમે ખોટા અને દુર્ભાગ્યપૂર્ણ વાત કરી. સાથે જ તમે દીદી અને ભત્રીજા કહી સંબોધત કર્યું. સમગ્ર દેશ જાણે છે કે દીદી મમતા બેનર્જીને કહેવામાં આવે છે અને તેમનો એક જ ભત્રીજો છે.

    ઓફિસ બંધ કરવાની પણ આપી ધમકી

    બાસુએ આગળ લખ્યું કે વડાપ્રધાને પોતાના ભાષણમાં ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો. આવા નિવેદન આપવાથી તમે મારા ક્લાઇન્ટની પબ્લિક ઇમેજને ખરાબ કરવા માગો છો. વડાપ્રધાનના પદ પર હોવા છતા તમારા તરફથી આપવામાં આવેલું નિવેદન અયોગ્ય છે. ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અભિષેકની ઓફિસમાં તાળું લાગી જશે.

    નોટિસ પ્રમાણે વડાપ્રધાનને 36 કલાકમાં અભિષેકને માફી માગવી પડશે, જો આવું ન કર્યું તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ સંબંધમાં કોઇ અન્ય નોટિસ નહીં આપવામાં આવે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Mamta Banerjee, West Bangal, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन