ચૂંટણી વખતે મોદી 'ચાયવાલા' અને પછી 'રાફેલવાલા' બને છેઃ મમતા

News18 Gujarati
Updated: February 8, 2019, 10:20 PM IST
ચૂંટણી વખતે મોદી 'ચાયવાલા' અને પછી 'રાફેલવાલા' બને છેઃ મમતા

  • Share this:
શુક્રવારે પશ્ચિમ બંગાળમાં જાહેરસભામાં નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીએ એક બીજા પર ચાબખા માર્યા હતા.મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી વખતે મોદીજી "ચાયવાલા" બની જાય છે અને બાદમાં મોદી "રાફેલવાલા" બને છે. આ પહેલા પશ્ચિમ બંગાળના જલપાઇગુડી રેલીમાં પીએમ મોદીની રેલી પૂરી થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ શુક્રવારે જલપાઇગુડીમાં અનેક પરિયોજનાની આધારશિલા રાખી હતી અને બાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આ જગ્યાથી મારો જૂનો સંબધ છે. આપ લોકો ચાના બગીચામાં ચાને ઉગાડો છો જ્યારે હું ચા બનાવીને લોકોને પીવડાવું છું પરંતુ મને ખબર નથી કે દીદીને (મમતા બેનર્જીને) ચાયવાલાથી શા માટે આટલી ખીજ છે?

અહીં ક્લિક કરી વાંચોઃ PHOTOS: આ જોધપુરી મોજડીની કિંમત છે 75 હજાર, વજન 17 કિલો

બંગાળના સીએમ મમતાએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે મોદીએ ચાના બગીચાના કર્મચારીઓના પેન્શનને લઇને જૂઠાણું ફેલાવ્યુ છે. એમણે અર્ધસત્ય કહ્યું છે. મને એ કહેતા શરમ આવે છે કે ચૂંટણી પહેલા મોદી "ચાયવાલા" બની જાય છે અને બાદમાં મોદી "રાફેલવાલા" બને છે.

સીબીઆઇ વિવાદને લઇને પણ મમતા બેનર્જીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે RBIથી લઇને CBI સુધી કેમ બધા મોદીજીને બાય-બાય કહેવા લાગ્યા છે. મમતાએ જણાવ્યું કે મોદીજી ભારતને ઓળખતા નથી મોદીજી નોટબંધી અને ભ્રષ્ટાચારના માસ્ટર છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જલપાઇગુડીની રેલીમાં મોદીએ રાજ્યની મમતા સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી(મમતા) સરકારની બધી યોજનાઓમાં વચેટિયાઓએ ભારે ભ્રષ્ટાચાર કર્યો છે. દીદીને દિલ્હી સલ્તનતના અભરખા જાગ્યા છે અને બંગાળની ગરીબ અને મધ્યમ વર્ગને સિંડિકેટ અને ગઠબંધન પાસે લૂંટવા મૂકી દીધી છે. આજે હાલત તો એવી છે કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી તો મમતા બેનર્જી-દીદી છે પણ દાદાગીરી કોઇ બીજાની ચાલી રહી છે. બંગાળનું શાસન જગાઇ-મધાઇ ચલાવી રહ્યા છે.
First published: February 8, 2019, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading