કોર્ટે મંદિર તોડવાનો આદેશ આપતા પંજાબ બંધનું એલાન; ચિંતાજનક સ્થિતિ

એવુ માનવામાં આવે છે કે, સિકંદર લોદીના સમયમાં શ્રી ગુરુ રવિદારજીનો 1509માં આ સ્થળે આવ્યા હતા. આ જગ્યા પર બનેલા મંદિરને તોડવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.

News18 Gujarati
Updated: August 12, 2019, 2:07 PM IST
કોર્ટે મંદિર તોડવાનો આદેશ આપતા પંજાબ બંધનું એલાન; ચિંતાજનક સ્થિતિ
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર
News18 Gujarati
Updated: August 12, 2019, 2:07 PM IST
સુપ્રિમ કોર્ટના આદેશ પછી નવી દિલ્હીનાં તુઘલખાબાદમાં શ્રી ગુરુ રવિદાસજીનું પ્રાચીન મંદિર તોડલાનાં મામલે પંજાબમાં ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે અને આ એક મોટો મુદ્દો બની ગયો છે. આ મંદિર તોડવાના વિરોધમાં જલધંર, પટિયાલા, ફતેહગઢ સાહિબ, ફિરોજપુર વગેરે જિલ્લાઓમાં સતત બે દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે.

હવે ગુરુ રવિદાસ જયંતિ સમારોહ સમિતિ દ્વારા 13 ઑગષ્ટના રોજ પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સિવાય, 15 ઑગષ્ટને કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

ધ ટ્રીબ્યુન અખબારનાં હવાલાથી સમાચાર મળે છે કે, રાજ્યમાં બંધના એલાન પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અરિન્દર સિંઘે પ્રધાનમંત્રી નરેન્દ મોદીને મદદ કરવા હાકલ કરી છે અને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી છે.

આ સાથે મુખ્યમંત્રીએ શહેરી વિકાસમંત્રી હરદીપ સિંઘ પુર સાથે વાત કરીને ફરીથી આ મંદિર બનાવવા માટે આ સ્થળે જમીન સંપાદિત કરવા માટે મદદ કરવાની તૈયાર દર્શાવી છે.

મુખ્યમંત્રીએ પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિ આ સમુદાયનાં રાજકીય અને ધાર્મિક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને આ મુદ્દે કોઇ ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે.
એવુ માનવામાં આવે છે કે, સિકંદર લોદીના સમયમાં શ્રી ગુરુ રવિદારજીનો 1509માં આ સ્થળે આવ્યા હતા. આ જગ્યા પર બનેલા મંદિરને તોડવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...