2 મહિનાના બાળકને છત પર સુવડાવ્યું, વાનરનું ટોળુ આવ્યું અને છત પરથી નીચે ફેંકી દીધું
monkey
બાળકની માતાની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે. આજૂબાજૂના લોકોમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો છે. લોકો કહી રહ્યા છે કે, વન વિભાગને ફરિયાદ કરીને આ વાનરોને પકડવાની અપીલ કરીશું, પણ હવે શું 2 મહિનાના બાળકનું તો મોત થઈ ચુક્યું છે.
બાંદા: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં 2 મહિનાના બાળકના મોતના સમાચાર આવી રહ્યા છે. બાળક ઘરના આંગણામાં સુઈ રહ્યું હતું. તે સમયે ત્યાં વાંદરાનું ટોળુ આવ્યુ અને તેમાંથી એક વાનરે સુતેલા બાળકને ઉઠાવી લીધું. વાનર બાળકને લઈને છત તરફ ભાગવા લાગ્યું. બાળક રડવા લાગ્યું, ત્યારે તેનો અવાજ સાંભળીને પરિવારના લોકો દોડતા આવ્યા. જો કે પોતાના નવજાત બાળકને બચાવી શક્યા નહોતા. ભાગતા વાનરે બાળકને છત પરથી નીચે ફેંકી દીધું હતું, જેમાં બાળકનું મોત થઈ ગયું છે.
બાળકની માતાની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે. આજૂબાજૂના લોકોમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો છે. લોકો કહી રહ્યા છે કે, વન વિભાગને ફરિયાદ કરીને આ વાનરોને પકડવાની અપીલ કરીશું, પણ હવે શું 2 મહિનાના બાળકનું તો મોત થઈ ચુક્યું છે.
માતાએ બાળકને સુવડાવ્યું હતું
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ ઘટના બાંદાના તિંદવારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા છાપર ગામની છે. આ ગામના રહેવાસી વિશ્વેશ્વર વર્મા મજૂરી કરે છે. મંગળવારે 3 જાન્યુઆરીની સાંજે વિશ્વેશ્વર વર્માની પત્ની પોતાના 2 મહિનાના બાળકને ઘરના આંગણામાં સુવડાવી રહી હતી. સુવડાવ્યા બાદ તે ઘરના બીજા કામમાં પરોવાઈ ગઈ. અચાનક વાનરનું એક ટોળુ આવ્યું. જેમાંથી એક વાનરે બાળકને ઉઠાવ્યું અને છત તરફ ભાગવા લાગ્યું.
પરિવારે બુમો પાડી
બાળકનો રડવાનો અવાજ સાઁભળીને પરિવારના લોકો દોડ્યા, બૂમો પાડવા લાગ્યા. તે સમયે વાનર ભાગવા લાગ્યા અને બાળકને છત પરથી નીચે ફેંકી દીધું. પરિવારના લોકોએ તુરંત બાળકને નજીકમાં રહેતા ડોક્ટર્સ પાસે લઈ ગયા. જો કે, ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચુક્યુ હતું. બાદમાં પરિવારના લોકોએ બાળકનું પોસ્ટમોર્ટમ કરાવીને અંતિમ સંસ્કાર કર્યા હતા. ગામના સરપંચે કહ્યું છે કે, વાનરનો આ આતંકની વન વિભાગને અરજી કરીશું અને વાનર પકડવાની અપીલ કરીશું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર