મુખ્તાર અંસારીને લખનઉ શિફ્ટ કરવાની તૈયારી, દીકરાએ ટ્વિટ કરી જતાવી અનહોનીની આશંકા
મુખ્તાર અંસારીની તબિયત બગડી, લખનઉ શિફ્ટ કરવામાં આવ્યાં
Mukhtar Ansari Latest News: મઉથી ધારાસભ્ય અને મુખ્તાર અંસારીનાં દીકરા અબ્બાસ અંસારીએ તેનાં પિતા અંગે રવિવારે મોડી રાત્રે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેણે શાસન દ્વારા મેડિકલ કેન્સલ કરાવી મધ્યરાત્રીમાં મુખ્તારને બાંદાથી લખનઉ શિફ્ટ કરવામાં આવે છે તે વાત લખી છે અને અનહોનીની આશંકા જતાવી છે.
બાંદા: ઉત્તર પ્રદેશ યુપીનાં બાંદા જેલ (Banda Jail)માં બંધ માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ની રવિવારે મોડી રાત્રે તબિયત બગડી હતી. જે બાદ બાંદા જેલ પ્રશાસન અને પોલીસ પ્રશાસન મુખ્તાર અંસારીને લખનઉ (Lucknow) શિફ્ટ કરવાની તૈયારીમાં લાગી ગયું સૂત્રો તરફથી મળી રહેલી ખબર મુજબ, મુખ્તારે લખનઉ કોર્ટમાં રજૂ થવાની વાત પણ સામે આવી રહી છે. બીજી તરફ મઉનાં ધારાસભ્ય અનેમુખ્તારનાં દીકરા અબ્બાસ અંસારીએ તેનાં પિતા અંગે રવિવારે મોડી રાત્રે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેણે શાસન દ્વારા મેડિકલ કેન્સલ કરાવી મધ્યરાત્રીમાં મુખ્તારને બાંદાથી લખનઉ શિફ્ટ કરવામાં આવે છે તે વાત લખી છે અને અનહોનીની આશંકા જતાવી છે.
आवश्यक सूचना :
पूर्व विधायक मुख़्तार अंसारी साहब को अभी देर रात बांदा जेल से लखनऊ ले जाने की तैयारी हो रही है।
साज़िश के तहत मेडिकल कैंसल करवा कर और फिर आधी रात को बांदा जेल से लखनऊ ले जाने की ये कथित तैयारी बड़ी अनहोनी घटना की आशंका पैदा कर रही है |
अब्बास अंसारी
विधायक मऊ सदर
— Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) March 27, 2022
ટ્વિટ બાદથી બાંદા જેલમાં હલચલ પણ વધી ગઇ છે. એડીએમ, એસપી, સીએમઓ સહિત ભારે પોલીસ દળ અને ડોક્ટર મંડળ જેલમાંપહોંચ્યા હતાં. જે બાદ માફિયા ડોન મુખ્તાર અંસારીએ મંડલ કારાગરથી લખનઉ લઇ જવાં તેજ થઇ ગયું છે. મંડળ જેલમાં મોડી રાત્રે આલા અધિકારીઓનાં અવર જવરથી માહોલ બનેલો હતો. ચર્ચા છે કે, માફિયા ડોન પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને બાંદા જેલથી લખનઉ લઇ જઇ રહી છે. જોકે, આ મામલે આલા અધિકારીઓ મીડિયા સામે કંઇ બોલવાનું ટાળી રહ્યાં છે.
" isDesktop="true" id="1193168" >
દીકરાને અનહોનીની આશંકા- સૂત્રોની માનીયે તો, જેલમાં મોડી રાત્રે એડીએમ ઉમાકાંત ત્રિપાઠી અને એસપી લક્ષ્મી નિવાસ મિશ્રા પહોંચ્યા હતાં. તેમનાં આવવાનાં એક કલાક બાદ CMO પણ જેલ પહોંચ્યા હતાં. અને થોડા જ સમયમાં પરત આવી ગયા હતાં. જેલની અંદર એએસપી લક્ષ્મી નિવાસ મિશ્ર અને એડીએમ ઉમાકાંત ત્રિપાઠીનાં અંદર હોવાની વાત કરવામાં આવી. અબ્બાસે બીજી ટ્વિટમાં એક એક નંબર વગરની ઇનોવા કારને જેલ પરિસરમાં ઘુસતા જોઇ અને તેમણે અનહોનીની આશંકા જતાવી. 7 એપ્રિલ 2021નાં મુખ્તાર અંસારી પંજાબની રોપડ જેલ બાદ આ બાંદા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર