Home /News /national-international /

ઉત્તરાખંડના આ 'Womenia Band'એ મહિલાઓના હક માટે કર્યું છે હટકે કામ

ઉત્તરાખંડના આ 'Womenia Band'એ મહિલાઓના હક માટે કર્યું છે હટકે કામ

    મહિલાઓ સાથે વધતી અપરાધિક ઘટનાઓ અંગે વિરોધ કરવા અને જાગૃતિ ફેલાવવાની પોતાની અલગ અલગ રીત છે. આવી જ એક રીત ઉત્તરાખંડની દેહરાદુનની છોકરીઓનું 'Womenia Band'ની પણ છે.

    આ બેંડે રેપ પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા 18 એપ્રિલના રોજ 'એ ખુદા તૂ ગૂમ હે કહાં' ગીત રિલીઝ કર્યું હતું. જેના થકી મહિલા સુરક્ષા અંગે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આ ગીતને બેંડની સિંગર સ્વાતિ સિંહે ગાયુ છે. આ ઘણું જ સંવેદનશીલ ગીત છે. જેને ઘણી જ સારી રીતે રજુ કર્યું છે.

    એએનઆઈએ આ મહિલા બેંડની એક ટ્વિટ કરી છે. જેમાં આ બેંડના સભ્યોએ કહ્યું કે, 'પોતાના મ્યૂઝિક દ્વારા અમે તંત્રને જણાવવા માંગીએ છીએ કે મહિલાઓ સામે કોઇપણ અપરાધ પર તરત જ કાર્યવાહી થવી જોઇએ અને તેને વહેલી તકે ઉકેલવો જોઇએ.'



    'એ ખુદા તૂ ગૂમ હે કહાં' સોન્ગને આ ટીમે તેમની યુટ્યુબ ચેનલ પર મુક્યું છે અને તેની સાથે લખ્યું છે, 'આ ગીત દરેક રેપ (ધર્મ, જાતિ અને સમુદાયથી પર) પીડિતાઓને સમર્પિત કરવામાં આવ્યું છે.'


    તેમનું કહેવું એકદમ સાચું પણ છે કારણ કે ગત દિનો કઠુઆ રેપ કેસ માટે ઘણી દલીલબાજી થઇ હતી. જેને કારણે ઘણી આલોચના પણ થઇ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ઉત્તરાખંડ, બળાત્કાર

    આગામી સમાચાર