Home /News /national-international /

રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?

રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?

ના હોય ! રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન! જાણો કયા શહેરમાં લાગુ થયો નિયમ?

Ban on night marriage functions: લગ્ન પ્રસંગમાં સંગીત, પાર્ટી નાચ-ગાન જેવી ધામલ કરવાની સાચી મજા તો રાત્રે જ હોય છે. પરંતુ જો આપને એવું કહેવામા આવે કે હવેથી રાત્રે 10 વાગ્યા પછી લગ્ન પ્રસંગોનું આયોજન ન અહી થઈ શકે તો? હાલમાં એક શહેરમાં આવું જ કઈક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રે 10 વાગ્યા પછી થતાં લગ્નો પર રોક લગાવી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
  દુનિયાના કોઈ પણ દેશ માટે લગ્ન સમારંભ (Marriage Function) એ એક મહત્વનો પ્રસંગ માનવમાં આવે છે. જે યુગલના લગ્ન થઈ રહ્યા છે તે તો ઠીક પરંતુ પરિવાર, મિત્રો સહિત પ્રસંગમાં હાજરી આપનારા દરેક મહેમાનો લગ્નને એટલો જ એન્જોય કરે છે. લગ્ન પ્રસંગમાં સંગીત, પાર્ટી નાચ-ગાન જેવી ધામલ કરવાની સાચી મજા તો રાત્રે જ હોય છે. પરંતુ જો આપને એવું કહેવામા આવે કે હવેથી રાત્રે 10 વાગ્યા પછી લગ્ન પ્રસંગોનું આયોજન ન અહી થઈ શકે તો? હાલમાં એક શહેરમાં આવું જ કઈક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રે 10 વાગ્યા પછી થતાં લગ્નો પર રોક લગાવી દેવામાં આવી છે.

  જો કે આ વાત ભારે વીજળી સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનના ઇસ્લામાબાદની છે. પાકિસ્તાન સરકારે (Pakistan government) ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂક્યો છે (ban on marriage ceremonies in Islamabad after 10 pm). સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ પ્રતિબંધ 8 જૂનથી અમલમાં આવ્યો છે, બુધવારે સવારે જિયો ન્યૂઝના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Pakistan Prime Minister Shahbaz Sharif) ના નિર્દેશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યો છે.

  આ પણ વાંચો: Mumbai: બાન્દ્રામાં ઈમારત ધરાશાયી, એક મજૂરનું મૃત્યુ, 16 ઘાયલ, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

  પાકિસ્તાનમાં વીજળી સંકટ (Pakistan Power Crisis) વચ્ચે શાહબાઝ સરકારે આ મોટો નિર્ણય લીધો છે, નોંધનીય છે કે પાકિસ્તાનમાં આર્થિક સંકટ બાદ હવે વીજળીનું સંકટ પણ ગાઢ બની રહ્યું છે. પાકિસ્તાને વીજળીનો વપરાશ ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે અને હવે ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ રહેશે જે 8 જૂનથી લાગુ થશે.

  આપને જણાવી દઈએ કે આ સિવાય એક બીજો પણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જેમાં મહેમાનો માત્ર એકજ થાળી પીરસવામાં આવશે. આ નવા નિયમોને લઈને એક અલગથી ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવશે. સૂત્ર તરફથી જાણવા મળતી વિગતો મુજબ ઇસ્લામાબાદ પોલીસ અને તંત્ર કડક અમલવારી કરાવી રહી છે. આ નિયમોનો ભંગ કરનાર સામે સખત પગલાં પણ લેવામાં આવશે.

  આમ જનતા ભોગવી રહી છે વીજળી કાપનો ત્રાસ


  બીજી તરફ, કેન્દ્રીય કેબિનેટે સરકારી કચેરીઓમાં શનિવારે સાપ્તાહિક રજાની પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બાદ મંગળવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે આ જાહેરાત કરી હતી. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, વડા પ્રધાન શરીફની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં ચર્ચા કરવામાં આવી હતી કે સરકાર વીજળી સંકટનો કેવી રીતે સામનો કરી શકે છે, જેના કારણે લોકોને કલાકો સુધી વીજ કાપનો સામનો કરવો પડે છે.

  બજાર સાંજે 7 વાગ્યા સુધી બંધ રાખવા અંગેનો નિર્ણય


  ઔરંગઝેબના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના આસમાની કિંમતો વચ્ચે વીજળીની અછતને પહોંચી વળવા વીજળી વિભાગે ઊર્જા સંરક્ષણ યોજના રજૂ કરી હતી અને નાણાં વિભાગે પણ એક યોજના રજૂ કરી હતી. બેઠક દરમિયાન, કેબિનેટે ફરીથી શનિવારને રજા તરીકે જાહેર કરવાની મંજૂરી આપી હતી, પરંતુ વીજળી બચાવવા માટે બજાર સાંજે 7 વાગ્યા સુધી બંધ રાખવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.

  આ પણ વાંચો: Summer Beauty Tips: ઉનાળામાં ચીકણી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા કરો નારિયેળ પાણીનો ઉપયોગ

  મંત્રીઓ અને સરકારી કર્મચારીઓના ઈંધણ ક્વોટામાં 40 ટકાનો ઘટાડો


  શુક્રવારે ઘરેથી કામ (WFH) અને બજારો વહેલા બંધ થવા દેવાના સૂચનો છે, એમ તેમણે જણાવ્યું હતું. એક કેબિનેટ પેટા સમિતિની રચના કરવામાં આવી છે જે હવે બજારોને વહેલી તકે બંધ કરવા અંગે વિચારણા કરશે અને અન્ય વેપારીઓ અને વેપાર ક્ષેત્રના હિસ્સેદારો સાથે પરામર્શ કરશે. આ સિવાય મંત્રીઓ અને સરકારી કર્મચારીઓના ઈંધણ ક્વોટામાં 40 ટકાના ઘટાડાને પણ મંજૂરી આપવામાં આવી છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Pakistan news, Pakistan PM

  આગામી સમાચાર