પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ, લોકો ડરે તે માટે ચોંટાડી રહ્યો છે ભગવાનની તસવીરો

News18 Gujarati
Updated: February 26, 2020, 9:21 PM IST
પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ, લોકો ડરે તે માટે ચોંટાડી રહ્યો છે ભગવાનની તસવીરો
વિરેન્દ્ર સિંહ

વીરેન્દ્રસિંહનું કહેવું છે કે, ભગવાનમાં લોકોની આસ્થા વધારે હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી હું દરેક ઝાડ પર ભગવાનનો ફોટો લગાવી રહ્યો છું

  • Share this:
છત્તીસગઢના બાલોદ જિલ્લાના દલ્લીરાજહરામાં ઝાડ બચાવવા એક યુવક એક જબરદસ્ત અભિયાન ચલાવી રહ્યો છે. હોળીના તહેવાર પહેલા હોળી દહન માટે અનેક જગ્યાઓ પર ઝાડ કાપવાનું શરૂ કરી દેવામાં આવે છે. આ પ્રકારે ઝાડ લોકો ન કાપે અને પર્યાવરણની રક્ષા હેતુ યુવક વીરેન્દ્ર સિંહ ઝાડ પર ભગવાનના ફોટા ચોંટાડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે આ અભિયાન ચલાવી રહ્યો છે. માત્ર હોળીના તહેવારમાં જ નહી, સામાન્ય દિવસોમાં પણ લોકો ઝાડ કાપવાનું બંધ કરે તે માટે આ પ્રકારે યુવાન અનોખુ અભિયાન ચલાવી રહ્યો છે.

દલ્લીરાજહરાના વિરેન્દ્ર સિંહનું કહેવું છે કે, તેણે અત્યાર સુધીમાં સેંકડો ઝાડ પર ભગવાનના ફોટા ચોંટાડ્યા છે. વિરેન્દ્રનું કહેવું છે કે, જરૂરત પ્રમાણે ઝાડને કાપી નાખવામાં તો આવે છે, પરંતુ સામે તેટલા ઝાડનો ઉછેર નથી કરવામાં આવી રહ્યો. વારંવાર ઝાડ કાપવાના કારણે પર્યાવરણ પર તેની ખરાબ અસર પડી રહી છે, જેનું નુકશાન દરેક કોઈએ ભોગવવાનો વારો આવશે....જેથી ઝાડ સુરક્ષિત રહે
વીરેન્દ્રસિંહનું કહેવું છે કે, ભગવાનમાં લોકોની આસ્થા વધારે હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી હું દરેક ઝાડ પર ભગવાનનો ફોટો લગાવી રહ્યો છું. ઝાડ પર ભગવાનનો ફોટો લાગેલો હોવાથી લોકો તેને કાપશે નહી. આ પહેલના કારણે જો થોડા ઝાડ પણ હું બચાવી લઉ તો તેનો લાભ બધાને મળશે. આ વિચાર સાથે મે આ પહેલ શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે, હોળીકા દહન પહેલા તેની કેટલી અસર પડે છે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर