Home /News /national-international /

કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ નેતાને થાંભલે બાંધીને માર માર્યો, Video વાયરલ થતા ખળભળાટ

કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ નેતાને થાંભલે બાંધીને માર માર્યો, Video વાયરલ થતા ખળભળાટ

કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારા મારી

VIDEO - કોંગ્રેસના નેતાએ પોતાના સમર્થકો સાથે મળી અન્ય કોંગ્રેસના નેતા પર અચાનક હુમલો કર્યો. બજારમાં દોડાવી-દોડાવી માર મારી થાંભલે બાંધીને પણ કરી પીટાઈ

    છત્તીસગઢ : બાલોદમાં કોંગ્રેસના નેતા દ્વારા કોંગ્રેસના નેતાને થાંભલે બાંધી માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બુધવારની છે, જે નો હવે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    વીડિયોમાં બાલોદના કોંગ્રેસના નેતા અને જિલ્લા સદસ્ય રાજેશ શાહુ અને તેમના સમર્થકો કોંગ્રેસના નેતા છક્કન શાહુને બાંધીને માર મારી રહ્યા છે. વાત જૂની દુશ્મનીની છે. પોસ્કો એક્ટ હેઠળ સગીર પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોંગ્રેસના જિલ્લા સભ્ય રાજેશ શાહુ સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં છક્કન શાહુ સાક્ષી તરીકે હતા.

    આ પણ વાંચો - દાદરાનગર હવેલીમાં ગોજારો બનાવ: ગટરમાં ગુંગળાઈ ત્રણ જીંદગી, એક પછી એક બચાવવા જતા 3ના મોત

    આ કેસમાં જામીનમાંથી બહાર આવ્યા બાદ રાજેશ બુધવારે તેના સમર્થકો અને પરિવારની મહિલાઓ સાથે છકકનની દુકાન પર પહોંચ્યો હતો અને ત્યારબાદ દુકાનમાંથી છકકનને બહાર કાઢ્યા બાદ રસ્તામાં દોડાવી દોડાવીને માર માર્યો હતો.



    આ પછી તેની દુકાનની આગળ જ બાંધીને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં બચાવમાં આવેલા છક્કનની પત્ની અને બાળકોને પણ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના જિલ્લા સદસ્ય રાજેશ સાહુ અને 9 લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસના નેતાએ કોંગ્રેસ નેતાને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે કોંગ્રેસની છત્તીસગઢની સરકાર ઉપર જોરદાર ઝાટકણી કાઢી છે.

    આ પણ વાંચોસુરત : બંધ મકાનના ભોંયરામાં મહિલાની લાશ, ગળુ દબાવી કરાઈ હત્યા, CCTVમાં શંકાસ્પદ યુવાન દેખાયો

    પૂર્વ મંત્રી અજય ચંદ્રકરે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે. કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં કોંગ્રેસનું દબંગાઈ શિખર પર છે. તંત્ર અને લાચાર પ્રજા પરેશાન છે. આ વાત કોંગ્રેસના અભિમાનની અને સ્વાભિમાનની છે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર