Pakistan: બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓએ મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને બોમ્બથી ઉડાવી દીધી

બલૂચી વિદ્રોહીઓએ ઝીણાની મૂર્તિને બોમ્બથી ઉડાવી દીધી. (તસવીર- સોશિયલ મીડિયા)

Balochistan News: પ્રવાસીઓના વેશમાં આવેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના સંસ્થાપક ઝીણાની મૂર્તિ ઉડાવી દીધી

  • Share this:
    કરાચી. પાકિસ્તાનના (Pakistan) અશાંત બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતના દરિયાકાંઠે વસેલા શહેર ગ્વાદરમાં (Gwadar City) બલોચ આતંકવાદીઓએ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની (Muhammad Ali Jinnah) એક પ્રતિમાને બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરીને નષ્ટ કરી દીધી છે.

    ‘ડૉન’ સમાચાર પત્રમાં સોમવારે પ્રકાશિત એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના સંસ્થાપક મહમદ અલી ઝીણાની (Muhammad Ali Jinnah) એક પ્રતિમાને સુરક્ષિત ક્ષેત્ર માનવામાં આવતા મરીન ડ્રાઇવ પર જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવી હતી. રવિવારની સવારે પ્રતિમાની નીચે વિસ્ફોટક રાખીને ઉડાવી દેવામાં આવી. અહેવાલ મુજબ, વિસ્ફોટમાં પ્રતિમા બિલકુલ નષ્ટ થઈ ગઈ છે.

    બીબીસી ઉર્દુના અહેવાલ અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલોચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બલોચે ટ્વીટર પર વિસ્ફોટની જવાબદારી લીધી છે. બીબીસી ઉર્દુએ ગ્વાદરના ઉપાયુક્ત મેજર (સેવાનિવૃત્ત) અબ્દુલ કબીર ખાનના હવાલાથી કહ્યું છે કે, મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે.

    અબ્દુલ કબીર ખાને જણાવ્યું કે, વિસ્ફોટક લગાવીને ઝીણાની પ્રતિમાને નષ્ટ કરનારા આતંકવાદી પર્યટકોના વેશમાં તે વિસ્તારમાં ઘૂસી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી થઈ, પરંતુ એક-બે દિવસમાં તપાસ પૂરી કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ મામલાને તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ દોષિતોને પકડી લેવામાં આવશે.

    બલૂચિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી અને વર્તમાન સેનેટર સરફરાજ બુગતીએ ટ્વીટ કરીને લખ્યું કે, ગ્વાદરમાં કાયદા-એ-આઝમની પ્રતિમાને તોડવી પાકિસ્તાનની વિચારધારા પર હુમલો છે. હું અધિકારીઓને અનુરોધ કરું છું કે અપરાધીઓને આકરી સજા કરે.

    આ પણ વાંચો, વાત એ ગુજરાતીની જે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા, પણ આ કારણે 55 દિવસમાં છોડવું પડ્યું પદ

    આ પહેલા વર્ષ 2013માં બલૂચ વિદ્રોહીઓએ જિયારતમાં ઝીણાની 121 વર્ષ જૂની બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટના કારણે આ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જે લગભગ ચાર કલાક બાદ કાબૂમાં આવી હતી. ક્ષય રોગથી (TB) પીડિત હોવાના કારણે ઝીણાએ પોતાના જીવનના છેલ્લા દિવસ અહીં પસાર કર્યા હતા. બાદમાં આ બિલ્ડિંગને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો, Sneha Dubey: કોણ છે ભારતની એ યુવા અધિકારી, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી બંધ કરી?

    નોંધનીય છે કે, મોહમ્મદ અલી ઝીણા વર્ષ 1913થી લઈને 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનની સ્થાપના સુધી ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના નેતા રહ્યા હતા. ત્યારબાદ 1948માં નિધન થવા સુધી તેઓ પાકિસ્તાનના ગર્વનર જનરલ રહ્યા.
    Published by:Mrunal Bhojak
    First published: