Home /News /national-international /

'જાધવ ક્યારેય બલૂચિસ્તાન નથી આવ્યો, અપહરણ માટે ISIએ આપ્યા હતા કરોડો'

'જાધવ ક્યારેય બલૂચિસ્તાન નથી આવ્યો, અપહરણ માટે ISIએ આપ્યા હતા કરોડો'

    પાકિસ્તાની જેલમાં બંધ કૂલભૂષણ જાધવની ધરપકડને લઈને નવો ખુલાસો થયો છે. બલૂચિસ્તાન સામાજિક કાર્યકર્તા મામા કાદિરા બલોચે ન્યૂઝ 18 સાથે ખાસવાત ચીતમાં કહ્યું કે, પાકિસ્તાનની ખુફિયા એજન્સી ઈન્ટર સર્વિસેસ ઈન્ટેલિજન્સ (ISI)એ ઈરાનથી જાધવનું અપહરણ કરવા માટે જૈશ-ઉલ-અદલના આતંકી મુલ્લા ઉમરને કરોડો રૂપિયા આપ્યા છે.

    કાદિર બલોચ આખા બલૂચિસ્તાનમાં ફેલાયેલા પોતાના નેટવર્કના હવાલાથી કહે છે કે, જાધવનું ઈરાનના ચાબહારથી મુલ્લા ઉમરે અપહરણ કર્યું હતું. કાદિર બલોચ વોઈસ ઓફ મિસિંગ બલોચ નામની સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ છે. તેમને જણાવ્યું કે, આ સંસ્થાના કો-ઓર્ડિનેટરોને જાણકારી મળી છે કે, જાધવનું ઈરાનથી જ અપહરણ કરવામાં આવ્યું છે.

    બલોચ અનુસાર મુલ્લા ઉમર બલૂચિસ્તાનમાં ISI દ્વારા હાયર કરવામાં આવેલ આતંકીના રૂપમાં વોન્ટેડ છે. તે આઈએસઆઈ માટે બલૂચિસ્તાનના કાર્યકર્તાઓ અને ફ્રિડમ ફાઈટર્સના અપહરણનું કામ કરે છે. તેમને કહ્યું, કૂલભૂષણ જાધવનું ઈરાનના ચાબહારથી મુલ્લા ઉમર નામના આતંકીએ અપહરણ કર્યું હતું. અમારા કો-ઓર્ડિનેટર ત્યાં હતા. ISIએ મુલ્લાને જાધવના અપહરણ માટે કરોડો રૂપિયા આપ્યા."

    આ વિશે વધુ જાણકારી આપતા બલોચે કહ્યું, જાધવના હાથ બાંધેલા હતા, આંખો પર પટ્ટી લગાવેલી હતી અને તેમને કારમાં ધક્કો આપવામાં આવ્યો હતો. ચાબહારથી તેમને ઈરાન-બલૂચિસ્તાનની બોર્ડર પર સ્થિત મશ્કલ શહેરમાં લાવવામાં આવ્યા. અહીથી તેમને ISIને સોંપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ISIએ જાહેરાત કરી કે, જાધવની બલૂચિસ્તાનથી ધરપકડ કરી લીધી છે. સત્ય તો તે છે કે, જાધવ બલૂચિસ્તાન આવ્યા જ નથી. તેમનું મુલ્લા ઉમરે અપહરણ કર્યું હતું. બલોચે જણાવ્યું કે, તેમની ટીમની તપાસમાં સામે આવ્યું છે કે, કુલભૂષણ જાધવ પોતાના જીવનમાં ક્યારેય બલૂચિસ્તાન આવ્યા નથી. તેમને કહ્યું, "જ્યારે જાધવને પાકિસ્તાન લાવવામાં આવ્યા તો તેમના અપહરણની ખબર ઉડી હતી, ત્યારે અમારા કો-ઓર્ડિનેટર્સે ઈનવેસ્ટીગેસ કર્યું તો ખબર પડી કે, તેઓ ક્યારેય બલૂચિસ્તાન આવ્યા જ નથી. બલૂચિસ્તાનના દરેક જિલ્લામાં અમારો એક કો-ઓર્ડિનેટર છે. તેમને બલૂચિસ્તાનમાં કોઈ કો-ઓર્ડિનેટર અને કોઈ નાગરિકે ક્યારેય જોયા નથી."

    ISIની નજર બલૂચિસ્તાનની ગતિવિધિઓ પર

    બલોચે જણાવ્યું કે, આઈએસઆઈ બલૂચિસ્તાનની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. દરેક જગ્યા ચેકપોસ્ટ છે. તેમને અહી આવનાર અને અહીથી જનાર દરેક વ્યક્તિની જાણકારી હોય છે. કોઈ વિદેશીનું ISIની જાણકારી વગર બલૂચિસ્તાનમાં આવવું સંભવ જ નથી. તમને જણાવ્યું કે, લોકોને કિડનેપ કરાવવા આઈએસઆઈની જુની રણનીતિ છે. તેમના પોતાના દિકરાનું જ પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીએ કિડનેપ કરી લીધું હતું. તેમને કહ્યું, અમારી પાસે આઇવિટનેસ છે જે સાબિત કરી શકે છે કે,પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ લોકોના અપહરણ માટે આતંકી સંગઠનનું ઉપયોગ કરી રહી છે. મારા દિકરાને આઈએસઆઈએ 2009માં કિડનેપ કરી લીધો હતો. ત્રણ વર્ષો બાદ અમને તેની ડેડ બોડી મળી હતી.

    પાકિસ્તાને જાધવને સંભળાવી મોતની સજા

    જાધવને પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે મોતની સજા સંભળાવી છે. આ મુદ્દો હવે બંને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો બની ગયો છે. પાકિસ્તનનો દાવો છે કે, વર્ષ 2016માં 3 માર્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા જાધવની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન અનુસાર જાધવ રો સાથે સંકળાયેલો એક જાસૂસ છે. જ્યારે ભારતનું કહેવું છે કે, જાધવ એક પૂર્વ નૌસેના અધિકારી છે. સેવાનિવૃત થયા બાદ તેઓ પોતાનું વ્યાપાક કરી રહ્યાં હતા. ભારતનો દાવો છે કે, જાધવનું ઈરાનથી અપહરણ કરીને પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છે. તે કાદિર બલોચના નિવેદનથી સાચું ઠરે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Baloch activist claims, Kidnapping, Kulbhushan Jadhav, આઇએસઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन