'ગાય-વાછરડું' હતું કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક !

News18 Gujarati
Updated: April 3, 2018, 8:44 PM IST
'ગાય-વાછરડું' હતું કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક !
રશીદ કિડવાઈના પુસ્તક "બેલેટ : ટેન એપિસોડ્સ ધેટ શેપ્ડ ઈન્ડિયાઝ ડૅમોક્રસી"ના 10 પ્રકરણોમાં ખુલે છે દેશની ચૂંટણી અને રાજકારણની અંતરંગ વાતો

રશીદ કિડવાઈના પુસ્તક "બેલેટ : ટેન એપિસોડ્સ ધેટ શેપ્ડ ઈન્ડિયાઝ ડૅમોક્રસી"ના 10 પ્રકરણોમાં ખુલે છે દેશની ચૂંટણી અને રાજકારણની અંતરંગ વાતો

  • Share this:
કોંગ્રેસના ચૂંટણી પ્રતીક "પંજા"ને રદ્દ કરવા કરવા માટે હાલમાં જ બીજેપીના એક નેતાએ ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરી હતી. જો કે તમને જાણીને એ આશ્ચર્ય થશે કે, ચૂંટણી પંચ જયારે ચૂંટણી પંચ ચૂંટણી પ્રતીક ફાળવી રહ્યું હતું ત્યારે ઇન્દિરા ગાંધીએ સાઇકલ, હાથી અને પંજા પૈકી "પંજા"ની પસંદગી કરી હતી. 1950માં કોંગ્રેસ નું ચૂંટણી ચિન્હ "બે બળદોની જોડી" હતું અને 1969માં કોંગ્રેસ પક્ષમાં વિભાજન પછી આ બે બળદ વાળું ચિન્હ પંચે ફ્રીઝ કરી દીધું હતું। કે.કામરાજના સંગઠન વાળી કોંગ્રેસ પાર્ટીને "ત્રિરંગામાં ચરખા" અને કોંગ્રેસ (ઇન્દિરા) ને "ગાય-વાછરડું" નું ચૂંટણી પ્રતીક ચૂંટણી પંચે ફાળવ્યું હતું। આ તમામ રસપ્રદ માહિતીનો ઉલ્લેખ થયો છે પત્રકાર અને લેખક રશીદ કિડવાઈના પુસ્તક "બેલેટ: ટેન એપિસોડ્સ ધેટ શેપ્ડ ઈન્ડિયાઝ ડૅમોક્રસી"માં !

રશીદ કિડવાઈએ તેના આ પુસ્તકમાં જણાવ્યું છે કે, 1977માં જયારે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ હતું ત્યારે લોકો "ગાય-વાછરડાં"નું ચૂંટણી પ્રતીક ધરાવતા કોંગ્રેસ પક્ષની હાંસી ઉડાવતા હતા અને આ પ્રતીકની સરખામણી ગાય એટલે ઇન્દિરા ગાંધી અને વાછરડું એટલે સંજય ગાંધી સાથે કરતા। આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ નવું ચૂંટણી પ્રતીક ફાળવવા માટે એક અરજી આપીને રજુઆત કરવામાં આવી હતી. આ અરજી તત્કાલીન કોંગ્રેસ મહામંત્રી બુટાસિંહ દ્વારા આપવામાં આવી હતી. તે સમયે ઇન્દિરા ગાંધી વિજયવાડામાં નરસિમ્હા રાવ સાથે હતા. આ અરજીના પગલે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને સાઇકલ, હાથી અને પંજા પૈકીનું કોઈ એક પ્રતીક પસંદ કરવા જણાવાયું હતું. ઇન્દિરાજીની મંજૂરી લેવા માટે બુટાસિંહે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી. મજેદાર વાત એ થઇ કે તે વખતે બુટાસિંહ ની બોલવાની શૈલી સમજી ના શકનારા ઇન્દિરા ગાંધી 'હાથ" ના બદલે "હાથી" સાંભળતા હોઈ, આખરે આ વિડંબણાનો અંત નરસિમ્હા રાવ લાવ્યા અને ઈન્દીરાને સમજાવ્યા. અત્રે નોંધનીય છે કે, નરસિમ્હા રાવ 12 થી વધુ ભાષાના જાણકાર હતા. આખરે 'હાથ' ને 'હાથી" સમજનારા ઈન્દિરાજી માટે "પંજો" શબ્દ નરસિમ્હા રાવે બુટાસિંહને સૂચવ્યો। આ નિશાન સાથે ઈન્દિરાજી સહમત થઇ ગયા.

ઇન્દિરા ગાંધીએ ત્યજેલાં ચિન્હો બાદમાં ઉત્તરપ્રદેશના રાજકીય પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને ફાળવી દેવાયા. આમ, સમાજવાદી પાર્ટીના ભાગે સાઇકલ અને બહુજન સમાજ પાર્ટીના ભાગે હાથી આવ્યો !

ઇન્દિરા ગાંધીએ 14 બેંકોના કરેલા રાષ્ટ્રીયકરણ : જેમાં ટાટા સંચાલિત "સેન્ટ્રલ બેન્ક", બિરલા સંચાલિત "યુનાઇટેડ કૉમર્શિઅલ બેન્ક', દાલમિયા-જૈન સંચાલિત 'ભારત બેન્ક", દયાલ સિંહ મજીઠીયા સંચાલિત "પંજાબ નેશનલ બેન્ક", લાલા હરકિશન લાલ, લાલ લાજ્પત રાય અને અન્યો દ્વારા સંચાલિત 'દેના બેન્ક' સહિતની બેંકોની રસપ્રદ માહિતીનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે.

1951-52માં ફૂલપુર લોકસભા બેઠક ઉપર વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે ઉભા રહેલા ઉમેદવાર સ્વામી પ્રભુ દત્ત બ્રહ્મચારીએ "ગૌ વંશ રક્ષા" અભિયાન આગળ ધરીને ચૂંટણી લડ્યા હતા. તેમના પ્રચાર અભિયાનની નોંધ "ટાઈમ" મેગેઝીને પણ લીધી હતી. વળી, "ગૌ રક્ષા અભિયાન" અંતર્ગત સંસદ સામે માર્યા ગયેલા 8 સાધુઓના મૃત્યુની તપાસ માટે ઇન્દિરા ગાંધીએ નવેમ્બર 7, 1966માં આપેલા તપાસના આદેશો, 2014ની ચૂંટણીમાં ફરી "ગૌ વંશ"નો મુદ્દો, "જયંતી-ટેક્સ", ઈન્દીરાની હત્યા પછીની ચૂંટણી, મનમોહન સરકારના મંત્રીઓના કૌભાંડોની તવારીખ સહિતની સંખ્યાબંધ મુદ્દાઓ વિશેની અંતરંગ માહિતીનું ભરપૂર આકલન આ પુસ્તકના 10 એપિસોડમાં રશીદ કિડવાઈએ ખૂબીપૂર્વક કર્યું છે.
First published: April 3, 2018, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading