Home /News /national-international /

ભારતના ઓડિશા તટથી ‘Pralaya’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા

ભારતના ઓડિશા તટથી ‘Pralaya’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા

પ્રલય મિસાઈલ

Pralaya missile Successful test: DRDO દ્વારા વિકસિત ઠોસ-ઈંધન, યુદ્ધ મિસાઈલ (war missile) ભારતીય બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમની પૃથ્વી રક્ષા વાહન ઉપર આધારિત છે.

  નવી દિલ્હીઃ ભારતના ઓડિશા તટ (Odisha coast of India) પાસે જમીનથી જમીન ઉપર વાર કરવાની સક્ષમ ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઈલ 'પ્રલય' (Ballistic missile ‘Pralaya’)નું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (DRDO)ના સૂત્રોએ આ જાણકારી આપી હતી. DRDO દ્વારા વિકસિત ઠોસ-ઈંધન, યુદ્ધ મિસાઈલ (war missile) ભારતીય બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમની પૃથ્વી રક્ષા વાહન ઉપર આધારિત છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે અબ્દુલ કલામ દ્વીપથી સવારે આશરે સાડા દસ વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવેલી મિસાઈલના (missile) મિશનના બધા ઉદેશ્યો પુરા કર્યા છે. તેમણે કહ્યું કે ઓબ્ઝર્વેશન ઉપકરણો થકી તટથી રેખાથી આના પ્રક્ષેપણની દેખરેખ કરવામાં આવી હતી.

  ઉલ્લેખનીય છેકે બે ઈમ્પેક્ટની જગ્યા ઉપર તૈનાત સેન્સરોએ મિસાઈલ પરિક્ષણની (missile test) સટીકતાને પણ નોટ કરી પ્રલય 350-500 કિલોમિટરથી ઓછી દૂરીની જમીનથી જમીન ઉપરમ મારનારી મિસાઈલ છે. આ મિસાઈલ 500-1000 કિલોગ્રામ ભાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

  આ પણ વાંચોઃ-OMG! 8 પુત્રોની 29 વર્ષની માતા 9માં પુત્રને આપશે જન્મ!, લોકો ફૂટબોલ ટીમ બનાવવા માટે આપે છે સુઝાવ

  રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા
  ડીઆરડીઓના (DRDO) અધિકારીએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ટ્રાયલ માટે ડીઆરડીઓ અને સંબંધિત ટીમોને શુભેચ્છા પાઠવી છે. તેમણે તેજીથી વિકાસ અને જમીનથી જમીન ઉપર માર કરનારી આધુનિક મિસાઈલના સફળ લોન્ચ માટે ડીઆરડીઓના વખાણ કર્યા હતા.

  આ પણ વાંચોઃ-ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

  સમાચાર એજન્સી ANI અનુસાર અધિકારીએ કહ્યું કે સચિવ ડીડી R&D અને અધ્યક્ષ ડીઆરડીઓ, ડો. જી. સતીશ રેડ્ડીની ટીમના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મિસાઈલ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ એક નવી પેઠીની જમીનથી જમીન ઉપર વાર કરનારી મિલાઈલ છે. આ હથિયાર પ્રમાણીને સામેલ કરવાથી સશસ્ત્ર દળોને આવશ્યક પ્રોત્સાહન મળશે.

  આ પણ વાંચોઃ-OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભારતે મિસાઇલ ટેક્નોલોજી (India’s Missile Technology)માં સોમવારે નવી સફળતા મેળવી લીધી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’ (Agni Prime)નું આજે સવારે પરીક્ષણ કરવામાં આવ્યું. અગ્નિ સીરીઝની મિસાઇલો (Agni Missile Series)માં સૌથી વધુ આધુનિક અગ્નિ પ્રાઇમની મારક ક્ષમતા 1000થી 1500 કિલોમીટર છે. ભારતે આજે સવારે 10:55 વાગ્યે ઓડિશા (Odisha)ના કાંઠા પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું.

  આ પણ વાંચોઃ-Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ

  સૂત્રએ જણાવ્યું કે, નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણપણે કમ્પોઝિટ મટિરિયલથી બનેલી છે અને આ પરીક્ષણ પ્લાન મુજબ જ થયું છે. ક્યાંક કોઈ મુશ્કેલી નથી ઊભી થઈ. અગ્નિ મિસાઇલને મોબાઇલ લૉન્ચથી પણ ફાયર કરી શકાશે. સમાચાર એજન્સી એએનઆઇએ ડીઆરડીઓના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, પૂર્વ કાંઠાના કિનારે સ્થિત ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલ પર નજર રાખી અને મોનિટરિંગ કર્યું. સમગ્ર લૉન્ચ પ્લાન અનુસાર થયું છે. અગ્નિ પ્રાઇમે તેનું મિશન સફળતાપૂર્વક પૂરું કરતા પરીક્ષણ સફળ રહ્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Agni Missiles, DRDO

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन