બલિયા કાંડઃ બીજેપી MLA સુરેન્દ્ર સિંહે આરોપી ધીરેન્દ્રને ગણાવ્યો સહયોગી, કહ્યુ- લાગે છે તેની પાસે કોઈ વિકલ્પ નહીં હોય

બલિયામાં બે જૂથ વચ્ચે થયેલા અથડામણમાં દબંગ ધીરેન્દ્રએ જયપ્રકાશને ઉપરાઉપરી ચાર ગોળી મારતાં થયું મોત

બલિયામાં બે જૂથ વચ્ચે થયેલા અથડામણમાં દબંગ ધીરેન્દ્રએ જયપ્રકાશને ઉપરાઉપરી ચાર ગોળી મારતાં થયું મોત

 • Share this:
  બલિયાઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બલિય (Ballia)માં કોટાની ફાળવણીને લઈ બોલાવવામાં આવેલી ખુલી બેઠકમાં એક વ્યક્તિની હત્યાના મામલામાં બૈરિયાથી બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ (BJP MLA Surendra Singh)એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે આરોપી ધીરેન્દ્ર પ્રતાપ સિંહ તેમના સહયોગી રહ્યા છે. તેઓએ કહ્યું કે હું ખોટું નથી બોલતો. ધીરેન્દ્ર સિંહ બીજેપીના સહયોગી રહ્યા છે. જોકે, તેમણે ફાયરિંગ કાંડને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

  બીજેપી ધારાસભ્યએ કહ્યું કે, તમે લોકો તેને (ધીરેન્દ્ર સિંહ) આરોપી ગણાવી રહ્યા છો. તેના પિતાને તેઓએ ડંડાથી માર્યા. કોઈના પિતા, કોઈની માતા, કોઈની ભાભી અને કોઈની બહેનને લાઠી, ડંડા અને સળિયાની મારીને 6 મહિલા અને 2 પુરુષોને ઘાયલ કર્યા છે. તેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. આ અસાધારણ ઘટના છે. તેઓએ કહ્યું કે આત્મરક્ષા માટે જ લાઇસન્સ ગન હોય છે, લાગે છે તેમની પાસે મરવું કે મારવું આ બંને સિવાય કોઈ વિકલ્પ નહીં હોય. જે દોષી છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરે.

  મીડિયાને આપી સલાહ

  સુરેન્દ્ર સિંહે કહ્યું કે મીડિયા એક પક્ષના અવાજને જ બુલંદ કરી રહી છે. સુરેન્દ્ર સિંહે કહ્યું કે મીડિયાને યોગ્ય તથ્ય દર્શાવવા જોઈએ. સુરેન્દ્ર સિંહે કહ્યું કે મારા દરવાજા પર જે પણ આવે છે હું તેમનું સ્વાગત કરું છું. પાર્ટીના કાર્યકર્તા હોવાના કારણે આરોપી ધીરેન્દ્ર પ્રતાપ સિંહ પણ મારી પાસે આવ્યા હશે. સૂત્રો અનુસાર દબંગ ધીરેન્દ્ર સિંહ બીજેપીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના જમણા હાથ છે. જાણવા મળ્યું છે કે ધીરેન્દ્ર સિંહ પહેલા પણ અનેકવાર અધિકારીઓ સાથે અભદ્રતા કરી ચૂક્યા છે. તેઓ આર્મીથી નિવૃત્ત હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો, દેશના આ શહેરોમાં મળે છે સૌથી સસ્તું સોનું, જાણો શું છે કારણ

  આ દરમિયાન, ડીઆઇજી (આઝમગઢ) પણ બલિયામાં કેમ્પ કરી રહ્યા છે. ડીઆઇજી સુભાષ ચંદ્ર દુબેએ કહ્યું કે મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહ સહિત 8 લોકોના નામ જોગ અને 25 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે આ કેસમાં પોલીસની બેદરકારી સામે આવી છે. ઘટનાસ્થળે પકડાયા બાદ પણ મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહ ભાગી ગયો હતો.

  કડક કાર્યવાહીની વાત

  ડીઆઈજીએ દાવો કર્યો કે તમામ નામ જોગ આરોપીને પોલીસ ટૂંક સમયમાં ઝડપી લેશે. મામલામાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. તેઓએ જણાવ્યું કે ખુલી પંચાયતમાં હાજર અધિકારીઓની વિરુદ્ધ શાસને કાર્યવાહી કરી છે.

  આ પણ વાંચો, PNB ખોલી રહી છે મહિલાઓ માટે ખાસ ખાતું, મફતમાં મળશે આ 6 સુવિધા

  બે જૂથો વચ્ચે થઈ હતી લોહીયાળ અથડામણ

  અધિકારીઓ ગયા બાદ ઘટનાસ્થળે હાજર રેવતી પોલીસ બંને પક્ષોને સમજાવવા અને વિવાદ શાંત કરવામાં લાગી ગઈ. જ્યારે એક પક્ષ અધિકારીઓ પર પક્ષપાત રાખવાનો આરોપ લગાવતા નારેબાજી કરવા લાગ્યો. આ દરમિયાન બીજા પક્ષના લોકો સાથે ઘર્ષણ થઈ ગયું. વાત વધી તો લાઠી-ડંડાની સાથે જ ઈંટ-પથ્થર ફેંકાવા લાગ્યા. આ દરમિયાન એક પક્ષ તરફથી ફાયરિંગ થયું. આ દરમિયાન દુર્જનપુરના 46 વર્ષીય જયપ્રકાશ ઉર્ફે ગામા પાલને તાબડતોડ 4 ગોળીઓ મારવામાં આવી. ફાયરિંગ થતાં જ અફરાતફરી મચી ગઈ. જયપ્રકાશને લઈને લોકો સીએચસી સોનબરસા પહોંચ્યા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.

  (રિપોર્ટ- મનીષ મિશ્રા)
  Published by:Mrunal Bhojak
  First published: