Nikita Murder: પરિજનોનો આરોપ, 'રાહુલ રાજપૂત'ના નામથી નિકિતાને મળતો હતો તૌસીફ

Nikita Murder: પરિજનોનો આરોપ, 'રાહુલ રાજપૂત'ના નામથી નિકિતાને મળતો હતો તૌસીફ
નિકિતા તોમર

નિકિતા ઘરવાળાએ કહ્યું છે કે હત્યાનો આરોપ તૌસીફ નિકિતાથી રાહુલ રાજપૂતના નામથી મળતો હતો. પણ વર્ષ 2018માં તેની સચ્ચાઇ સામે આવી ગઇ. તે પછી નિકિતાએ તેનાથી દૂરી બનાવી લીધી હતી.

  • Share this:
    નિકિતા હત્યાકાંડ (Nikita Murder Case)માં તેના પરિવારજનોએ આરોપી તૌસીફ વિષે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. ઘરવાળાએ કહ્યું છે કે હત્યાનો આરોપ તૌસીફ નિકિતાથી રાહુલ રાજપૂતના નામથી મળતો હતો. પણ વર્ષ 2018માં તેની સચ્ચાઇ સામે આવી ગઇ. તે પછી નિકિતાએ તેનાથી દૂરી બનાવી લીધી હતી. તૌસીફે નિકિતાથી મિત્રતા કરવાના ખૂબ પ્રયાસો કર્યા પણ નિકિતા તેમના પછી ક્યારેય તેનાથી વાત નહતી કરી. બસ જ આ જ ખુન્નસમાં તૌસીફે નિકિતાને કિડનેપ (Kidnap) કરીને લઇ જવા ઇચ્છતો હતો. જો કે તે પોતાની ચાલમાં સફળ ના રહી શક્યો.

    પોલીસે આ મામલે કાર્યવાહી કરતા બીજા આરોપીને પણ પકડી પાડ્યો. પકડાયેલા રેહાન નૂંહ જિલ્લાનો રહેવાસી છે. મંગળવારે પોલીસે બંને આરોપીઓ તૌસીફ અને રેહાનને કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં તેમને બે દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો. મંગળવારે આ પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે બીજો આરોપી પણ પકડી પાડ્યો છે. સાથે જ તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.



    રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે પણ કહ્યું કે આ ઘટનામાં સામેલ આરોપીઓને પકડી લીધા છે. સાથે જ પોલીસને આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવતું હથિયાર પણ મળી આવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ એસીપી ક્રાઇમ અનિલ કુમારની અધ્યક્ષતામાં બનેલી એસઆઇટી કરી રહી છે. વિજે કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે આ કેસમાં જલ્દી તપાસ કરાવીને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે.

    હરિયાણાના ફરીદાબાદના બલ્લભગઢમાં સોમવારે અગ્રવાલ કોલેજની બહાર 21 વર્ષીય યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વખતે નિકિતા કોલેજથી પરીક્ષાનું પેપર આપીને કોલેજથી બહાર નીકળી હતી. ત્યારે બપોરના સમયે સફેદ રંગની આઇ-20 કારમાં હાજર બે યુવાનો આવીને તેને જબરદસ્તીથી કિડનેપ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે નિકિતાએ ગાડીમાં બેસવાની ના પાડી.

    વધુ વાંચો : કોરોના કાળમાં PM મોદીનો પહેલો ઇન્ટરવ્યૂ, કહ્યું- ભારતની ઇકોનોમી રિકવરીના માર્ગે

    અને નિકિતાએ આ મામલે બૂમો પાડી અને તે ત્યાંથી ભાગવા ગઇ તો તૌસીફે પાછળથી તેના માથામાં ખૂબ જ નજીકથી ગોળી મારી દીધી. અને ક્ષણભરમાં નિકિતા જમીન પર પડી ગઇ અને તત્કાલિક તેની મોત થઇ ગઇ.



    નિકિતાના પરિવારવાળાનું કહેવું છે કે તૌસીફે તેનું ધર્મ પરિવર્તન કરાવીને તેનાથી લગ્ન કરવા માટે સતત દબાવ કરી રહ્યો હતો. પણ નીકિતાએ આ વાતને નકારી.
    Published by:Chaitali Shukla
    First published:October 29, 2020, 10:11 am

    ટૉપ ન્યૂઝ