વાયુસેના દિવસે અભિનંદને MiG ઉડાવ્યું, બાલાકોટ એરસ્ટ્રાઇકના પાયલટોએ દર્શાવ્યું શૌર્ય

ભારતીય વાયુસેનાએ મંગળવારે 87મો સ્થાપના દિવસ ઉજવ્યો, હિંડન એરબેઝ પર પરેડ યોજાઈ

News18 Gujarati
Updated: October 8, 2019, 11:39 AM IST
વાયુસેના દિવસે અભિનંદને MiG ઉડાવ્યું, બાલાકોટ એરસ્ટ્રાઇકના પાયલટોએ દર્શાવ્યું શૌર્ય
ભારતીય વાયુસેનાએ મંગળવારે 87મો સ્થાપના દિવસ ઉજવ્યો, હિંડન એરબેઝ પર પરેડ યોજાઈ
News18 Gujarati
Updated: October 8, 2019, 11:39 AM IST
નવી દિલ્હી : ભારતીય વાયુસેના (Indian Airforce)એ મંગળવારે 87મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ પ્રસંગે ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અને નૌસેના એડમિરલ કરમબીર સિંહે ઈન્ડિયા ગેટ સ્થિત વૉર મેમોરિયલ જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વાયુસેના દિવસે ગાજિયાબાદના હિંડન એરબેઝ પર પરેડ થઈ. જેમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) સહિત બાલાકોટ એરસ્ટ્રાઇકમાં ભાગ લેનારા તમામ પાયલટોએ પોતાનું શૌર્ય દશાવ્યું. અભિનંદને આ પ્રસંગે મિગ-21 પ્લેન ઉડાવ્યું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાના 87મા સ્થાપના દિવસે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ 51 સ્ક્વોડ્રન અને 9 સ્ક્વોડ્રનને ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી શિબિરો પર હવાઈ હુમલામાં તેમની ભૂમિકા માટે સન્માનિત કર્યા.


Loading...


નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઑક્ટોબર 1932ના રોજ થઈ હતી. દર વર્ષે આ દિવસે હિંડન બેઝમાં વાયુસેના દિવસ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં વાયુસેના પ્રમુખ અને ત્રણ સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહે છે.

આ પણ વાંચો,

પહેલું રાફેલ જેટ લેવા રાજનાથ ફ્રાન્સ પહોંચ્યા, શસ્ત્ર પૂજા કરશે અને ઉડાન ભરશે
તાલિબાનને સકંજામાંથી દોઢ વર્ષ પછી મુક્ત થયા ત્રણ ભારતીય એન્જિનિયર : રિપોર્ટ
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...