સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે: મેહબૂબા મુફ્તી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મેહબૂબા મુફ્તીની ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મેહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને જણાવ્યું છે, કે એર સ્ટ્રાઇકના પુપાવ માગવાથી સરકાર ફિક્સમાં મૂકાઈ જાય છે. દેશના નાગરિકોને પુરાવા માંગવાનો હક્ક છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે એરફોર્સ દ્વારા બાલાકોટમાં થયેલા હુમલાના પુરાવા માંગવાનો દેશને હક્ક છે, કારણ કે સરકાર ઑપરેશનની વિગતો છૂપાવી રહી છે.

  વડાપ્રધાન મોદીએ આજે પટનામાં યોજાયેલી સંકલ્પ રેલીમાં ઝણાવ્યું હતું કે ઘણા લોકો એવા છે, જે પાકિસ્તાનમાં વખાણાય છે, તેમની તાળીઓ પર પાકિસ્તાન ખુશ તાય છે. મહેબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે બાલાકોટના પુરાવા માંગવાથી દુશ્મનને કોઈ ફાયદો નથી થતો પરંતુ સરકાર ફિક્સમાં મૂકાઈ જાય છે કારણ કે સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે.

  આ પણ વાંચો: દેશ પર ખરાબ નજર રાખનારા સામે દીવાલ બનીને ઊભો છે આપનો આ ચોકીદાર: PM મોદી  વડા પ્રધાન મોદીએ આજે પટનાની રેલીમાં જણાવ્યું હતું,“ અગાઉ તેઓ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં હતા હવે તેઓ એર સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં છે. મને નથી સમજાતું તેઓ શા માટે આપણી સેનાનું મનોબળ તોડી રહ્યાં છે? જ્યારે દેશ પાકિસ્તાન સામે લડાઈ જેવી સ્થિતિમાં હતો ત્યારે 21 પાર્ટીઓ એકઠી થઈને આતંકવાદને ટોકવાના બદલે અમારી વિરુદ્ધ વિરોધ પ્રસ્તાવ પારીત કરવામાં એકઠી થઈ હતી.”

  આ પણ વાંચો: એર સ્ટ્રાઇક અંગે અમિત શાહે કહ્યું, મમતા સબૂત માંગે છે અને રાહુલ રાજકીય રમત રમે છે

  વડા પ્રધાન મોદીએ કરેલા હુમલા બાદ મહેબૂબા મુ્ફ્તીએ ટ્વીટ કરીને પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કરેલા ટ્વીટ બાદ ફરી એક વાર વિપક્ષનો સવાલ ઊભો થયો છે. અગાઉ પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી સહિત અનેક નેતાઓએ સરકાર પાસે બાલાકોટ એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદી માર્યા ગયા તેના પુરાવા દેશ સમક્ષ મુૂકવાની માંગણી કરી છે. આમાંગણી બાદ ફરી એક વાર દેશના રાજકીય પક્ષોમાંથી એર સ્ટ્રાઇકના પુરાવાનો સૂર ઉઠ્યો છે.
  Published by:Jay Mishra
  First published: