બાલાકોટ એર સ્ટ્રાઇકનું પ્લાનિંગ કરનારા સામંત ગોયલ બન્યા નવા RAW ચીફ

News18 Gujarati
Updated: June 26, 2019, 2:11 PM IST
બાલાકોટ એર સ્ટ્રાઇકનું પ્લાનિંગ કરનારા સામંત ગોયલ બન્યા નવા RAW ચીફ
સામંત ગોયલની ફાઇલ તસવીર

નવા RAW ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાનું સ્થાન લેશે, જે નિવૃત્ત થઈ રહ્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મોદી સરકારે 1984 બેચની આઈપીએસ અધિકારી સામંત ગોયલને ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિમણૂક કરી છે. સામંત ગોયલે જ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇકનું પ્લાનિંગ કર્યુ હતું. ગોયલ પંજાબ કેડરના 1984 બેચના અધિકારી છે.

નવા RAW ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાનું સ્થાન લેશે, જે નિવૃત્ત થઈ રહ્યા છે. RAW ચીફ તરીકે નિયુક્ત થતાં પહેલા સામંત ગોયલ બીજા દેશોની ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી એજન્સીનું સંચાલન સંભાળી રહ્યા હતા. 26 ફેબ્રુઆરીએ થયેલી બાલાકોટ એર સ્ટ્રાઇકના પ્લાનિંગમાં ગોયલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. માત્ર બાલાકોટ નહીં ગોયલે જ સપ્ટેમ્બર 2016માં થયેલી સર્જકિલ સ્ટ્રાઇકની યોજના બનાવી હતી. સપ્ટેમ્બર 2016માં જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, તે ઉરી આર્મી બ્રિગેડ પર થયેલા આતંકી હુમલાનો જવાબ હતો.

આ પહેલા, 1990ના સમયગાળામાં પંજાબ ઉગ્રવાદમાં સકંજામાં હતું, ત્યારે સામંત ગોયલે પ્રશંસાપાત્ર કાર્ય કરતાં ઉગ્રવાદની વિરુદ્ધ અનેક અભિયાન ચલાવ્યા હતા.

આ ઉપરાંત આઈપીએસ અધિકારી અરવિંદ કુમારને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર તરીકે નિમાયા છે. કુમારને કાશ્મીર મામલાના એક્સપર્ટ માનવામાં આવે છે. અરવિંદ કુમાર 1984 બેચના જ આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે.

 

 
First published: June 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading