મધ્ય પ્રદેશના નક્સલ પ્રભાવિત વિસ્તારનો વીડિયો વાયરલ થયો
કલેક્ટર મિશ્રાએ બાળકો સાથે વાત કરતા વીડિયો પણ બનાવ્યો, જેમાં બાળકો સ્પષ્ટ કરી રહ્યા છે કે, પ્રધાન પાઠક ખૂબ જ ઓછા આવે છે. જ્યારે બાળકોને પુછવામાં આવ્યું કે, હિન્દી અંગ્રેજી શિક્ષક આવે છે કે, નથી આવતા.
ચિતરંજન નેરકર/બાલાઘાટ: બાલાઘાટ કલેક્ટરે સોમવારે કોલાંજી વિકાસખંડ અંતર્ગત આવતા નક્સલ પ્રભાવિત ક્ષેત્ર ગ્રામ ટેમનીની સ્કૂલનું નીરિક્ષણ કર્યું છે. આ દરમિયાન ચાલતા જતાં વિદ્યાર્થીઓને તેમણે પોતાની ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ આવ્યા હતા. રસ્તામાં થયેલી વાતચીત દરમિયાન શિક્ષકોની અનિયમિતતા સામે આવી છે. બાળકો પાસેથી મળતી વિગતોના આધારે તપાસ દરમિયાન શિક્ષકોની ગેરહાજરીને લઈને કલેક્ટરે તુરંત આચાર્ય અને એક શિક્ષકનો બે મહિનાનો પગાર રોકવાના આદેશ જાહેર કર્યા છે.
બાળકોએ ખોલી નાખી શિક્ષકોની પોલ
બાલાઘાટ કલેક્ટર ગિરીશ કુમાર મિશ્રા સોમવારે જ્યારે નક્સલ પ્રભાવિત વિસ્તાર ટેમની ગામની સ્કૂલનું નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને બે નાની બાળકી ચાલતા જતી જોવા મળી. કલેક્ટરે ગાડી રોકાવી અને તેમને અંદર બેસાડ્યા. કલેક્ટરે પહેલા તો બાળકો સાથે સામાન્ય વાતચીત કરી અને પુછ્યું કે, શું શિક્ષક દરરોજ સ્કૂલે આવે છે, તો બાળકોએ જરાં પણ ડર્યા વિના કહી કહ્યું કે, શિક્ષકો આખા મહિનામાં ખાલી બે ત્રણ દિવસ જ આવે છે. બાળકોનો જવાબ સાંભળીને કલેક્ટર ચોંકી ગયા. " isDesktop="true" id="1318510" >
બે શિક્ષકોના બે મહિનાના પગાર રોકવાના આદેશ
કલેક્ટર મિશ્રાએ બાળકો સાથે વાત કરતા વીડિયો પણ બનાવ્યો, જેમાં બાળકો સ્પષ્ટ કરી રહ્યા છે કે, પ્રધાન પાઠક ખૂબ જ ઓછા આવે છે. જ્યારે બાળકોને પુછવામાં આવ્યું કે, હિન્દી અંગ્રેજી શિક્ષક આવે છે કે, નથી આવતા. તો બાળકોએ જવાબ આપ્યો કે, કોઈ નથી આવતું. જ્યારે બાળકો સાથે વાત કર્યા બાદ કલેક્ટર શાળાએ પહોંચ્યા તો, બાળકોની વાત સાચી નીકળી. તેના આધાર પર કલેક્ટરે પ્રભારી પ્રધાન પાઠક ડિલેશ્વર બાધમારે અને પ્રાથમિક શિક્ષક દાનસિંહ ધુર્વેનો બે મહિનાનો પગાર રોકવાના આદેશ આપ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર