બાળ ઠાકરે સિંગર સોનુ નિગમની હત્યા કરાવવા માંગતા હતા: પૂર્વ સાંસદનો ધડાકો

નિલેશ રાણેએ આ વિશે વધુ વિગતો આપી નહોતી. નિલેશ રાણે હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પ્રચાર સમિતિમાં પણ છે.

નિલેશ રાણેએ આ વિશે વધુ વિગતો આપી નહોતી. નિલેશ રાણે હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પ્રચાર સમિતિમાં પણ છે.

 • Share this:
  પૂર્વ સાંસદ નિલેશ રાણે એ એક મોટો ધડાકો કરતા નિવેદન આપ્યુ છે કે, શિવ સેનાનાં સ્થાપક બાળ ઠાકરે સિંગર સોનુ નિગમને મારી નાંખવા માંગતા હતા. આ માટે બાળ ઠાકરેએ સોનુ નિગમને મારી નાંખવા ઘણા પ્રયાસ કર્યા હતા. આ બાબત સોનુ નિગમ પણ જાણે છે.

  જો કે, નિલેશ રાણે આ વિશે વધુ વિગતો આપી નહોતી. નિલેશ રાણે હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પ્રચાર સમિતિમાં પણ છે.

  નિલેશ રાણેએ ધમકી આપતા કહ્યું કે, અમારુ મોઢુ ના ખોલાવશો. અમને બધુ ખબર છે. બાળા સાહેબ ઠાકરે એ સોનુ નિગમને મારી નાંખવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. સોનુ નિગમ અને બાળા સાહેબ ઠાકરેનાં પરિવારો વચ્ચે શું સંબઘ હતા ? બાળ ઠાકરેનાં કરતાજ ફાર્મ હાઉસમાં કેટલા લોકો મરી ગયા ?
  નિલેશ રાણે પૂર્વ સાંસદ છે અને મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેનાં દિકરા છે.

  નિલેશ રાણેએ એવો પણ ધડાકો કર્યો કે, બાળા સાહેબ ઠાકરેએ શિવ સેનાનાં નેતા આનંદ દિધેને પણ મરાવી નાંખ્યા હતા. શિવ સેનાનાં બે નેતાઓ આ વિગતો જાણતા હતા. તેમની પણ હત્યા થઇ ગઇ હતી”.

  નિલેશ રાણેનાં આ નિવેદનથી રાજકીય ભુંકપ સર્જાઇ તેવી શક્યતા છે. કેમ કે, શિવ સેના અને ભાજપનું ગઠબંધન તૂટવાનાં આરે છે. ભાજપનાં અમિત શાહે શિવ સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે તો સામે પક્ષે શિવસેનાએ પણ ભાજપને જોઇ લેવાની ધમકી આપી છે.
  Published by:Vijaysinh Parmar
  First published: