Bal Gangadhar Tilak Birth Anniversary: આજે પણ યુવાનોમાં જુસ્સો ભરી દે તેવા 10 અમૂલ્ય વિચાર

ફાઈલ તસવીર

લોકમાન્ય બાલ ગંગાધર તિલક દેશના મહાન ક્રાંતિકારીઓ પૈકીના હતા. બાલ ગંગાધર તિલકે બ્રિટિશરોના કુશાસનથી ભારતને આઝાદી અપાવવા માટે આખું જીવન સમર્પિત કર્યું હતું.

  • Share this:
લોકમાન્ય બાલ ગંગાધર તિલક દેશના મહાન ક્રાંતિકારીઓ પૈકીના હતા. બાલ ગંગાધર તિલકે બ્રિટિશરોના કુશાસનથી ભારતને આઝાદી અપાવવા માટે આખું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હોવાની સાથે સમાજ સુધારક, શિક્ષક, વકીલ અને ભારતીય ઇતિહાસ, સંસ્કૃત, હિન્દુ ધર્મ, ગણિત અને ખગોળશાસ્ત્રના જાણકાર પણ હતા.

બાલ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાલ ગંગાધર તિલકના પિતાનું નામ શ્રી ગંગાધર રામચંદ્ર તિલક હતું અને માતાનું નામ પાર્વતી બાઇ હતું. તેઓને નાનપણથી જ વાંચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877માં પુણેની ડેક્કન કોલેજમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી LLB થયા હતા. ત્યારબાદ યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884માં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમને 'લોકમાન્ય' પદવી મળી હતી. આજથી 165 વર્ષ પહેલાં જન્મેલા બાલ ગંગાધર તિલકના વિચારો આજે પણ યુવાનોમાં જુસ્સો ભરી દે તેવા છે.

1 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ રહીશ.

2 આપણો દેશ વૃક્ષ જેવો છે. જેનું મૂળ થડ સ્વરાજ્ય છે અને સ્વદેશી તથા બહિષ્કાર ડાળીઓ છે.

3 ઈશ્વરની એવી ઈચ્છા હોય શકે કે, હું જે ઉદેશ્યનું પ્રતિનિધિત્વ કરું છું તે મારા સ્વતંત્રમાં રહેવાથી વધુ મારી પીડામાં વધુ સમૃદ્ધ હોય.

4 જો આપણે કોઈ રાષ્ટ્રના ઇતિહાસના અતીતમાં જોઈએ તો આપણે અંતમાં મિથક અને પરંપરાગતઓના યુગમાં પહોંચીએ છીએ. જેમાં અંતે અંધકાર દૂર થઈ જાય છે.

5 જો ભગવાન અસ્પૃશ્યતા સહન કરે છે તો હું તેને ભગવાન નહીં કહું

6 સ્વદેશી અને સ્વદેશી જ આપણો પોકાર રહેશે, જેનાથી આપણે શાસકની ઈચ્છા ન હોવા છતાં વિકાસ કરીશું.

7 ધર્મ અને વ્યવહારિક જીવન અલગ નથી. સન્યાસ લેવો એટલે જીવનનો ત્યાગ કરવો તેવું નથી. મૂળ ભાવના માત્ર પોતાના માટે કામ કરવાની જગ્યાએ દેશને પોતાનો પરિવાર બનાવી એકસાથે કામ કરવાની છે. ત્યારબાદનું પગલું માનવતાની સેવા કરવાનું છે અને તે પછીનું પગલું ઈશ્વરની સેવા કરવાનું છે.

8 જીવન પત્તાની રમત જેવું છે. યોગ્ય પત્તાની પસંદગી આપણા હાથમાં નથી. પણ સફળતા નક્કી કરતા પત્તા રમવા આપણા હાથમાં છે.

9 સમસ્યા સંસાધનો અથવા ક્ષમતાનો અભાવ નથી, પણ ઇચ્છાશક્તિનો અભાવ છે.

10. અંતે, આપણા હત્યારા આપણા… ભાઈઓ જ છે !!
Published by:kuldipsinh barot
First published: