Home /News /national-international /બજરંગ દળનું ફરમાન- ગરબામાં પ્રવેશ કરનારા બિન હિન્દુનું 'આધાર' તપાસો

બજરંગ દળનું ફરમાન- ગરબામાં પ્રવેશ કરનારા બિન હિન્દુનું 'આધાર' તપાસો

પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદમાં બજરંગ દળે ગરબા આયોજકોને એમ પણ કહ્યુ કે, બિન હિન્દુ બાઉન્સરોને કામ પર ન રાખો

હૈદરાબાદ : બજરંગ દળ (Bajrang Dal)એ શનિવારે 'ગરબા અને ડાંડિયા' (Garba Dandiya) આયોજકોને કહ્યુ છે કે બિન-હિન્દુ સમુદાયો સાથે જોડાયેલા લોકોનાં ગરબા સ્થળે પ્રવેશ આપતાં પહેલા આધાર કાર્ડ (Aadhar Card) તપાસો. સંગઠને આયોજકોને કહ્યુ કે, બિન-હિન્દુઓ વિશે જાણવા માટે પ્રવેશ સ્થળે આધાર કાર્ડ અનિવાર્ય કરો.

બજરંગ દળે આયોજકોને લખેલા એક ખુલ્લા પત્રમાં દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, બિન-હિન્દુ યુવા આ પ્રકારના સમારોહમાં પ્રવેશ કરીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા રહે છે. સાથોસાથથ આ પ્રકારના યુવા લોકોની સાથે મારપીટ પણ કરે છે, જે કથિત પીડિતોના બચાવ માટે આવે છે.

સંગઠને કહ્યુ કે, આ ઉપરાંત ઇવેન્ટ મેનેજર બિન હિન્દુ બાઉન્સરોને કામ પર ન રાખે, જે આ બદમાશોને ગરબા ઇવેન્ટમાં પ્રવેશ કરાવવા મુખ્ય કારણભૂત છે. આ ઉપરાંત ગરબા ઇવેન્ટમાં નજર રાખવા માટે જરૂરી સાધન-સામગ્રીનો અભાવ પણ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો,

Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ
આ વખતે Chandrayaan2 , Article 370 અને ટ્રાફિક નિયમના ટેટૂએ મચાવી ધૂમ
First published:

Tags: Aadhaar card, Bajrang dal, Garba, Hyderabad, Navratri 2019

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો