Home /News /national-international /પ્રકાશ આંબેડકરઃ સાધ્વી પ્રજ્ઞા કસાબ જેવા જ આતંકવાદી

પ્રકાશ આંબેડકરઃ સાધ્વી પ્રજ્ઞા કસાબ જેવા જ આતંકવાદી

પ્રકાશ આંબેડકર (ફાઇલ ફોટો)

મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર જાહેર કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞા સતત સમાચારોમાં છે

    મધ્‍ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર બનાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા સતત સમાચારોમાં છે. હેમંત કરકરે પર કરવામાં આવેલા સાધ્વીના વિવાદાસ્પદ નિવેદન બાદ પ્રતિક્રિયાઓ દોર ચાલુ છે. આ ક્રમમાં બાબાસાહેબ આંબેડકર ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ભોપાલથી બીજેપી ટિકિટ પર ચૂંટણી લડી રહેલી સાધ્વી પ્રજ્ઞા પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે કસાબ જેવો આતંકી હતો, તેવી જ આતંકી સાધ્વી પ્રજ્ઞા છે.

    સાધ્વી પર કાર્યવાહીની માંગ કરતા વીબીએ નેતાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ એક આતંકીને ઉમેદવારી આપી છે. બીજી તરફ તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ઉપર પણ જોરદાર નિશાન સાધ્યું. વીબીએ નેતાએ કહ્યું કે આરએસએસ એક આતંકી સંગઠન છે. જે હત્યારા પોલીસની પાસે નથી, તે હત્યારા આરએસએસની પાસે છે.

    આ પણ વાંચો, PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર

    ઉલ્લેખનીય છે કે, હેમંત કરકરે ઉપર કરવામાં આવેલી ટિપ્પણી બાદ સાધ્વી પ્રજ્ઞાએ શુક્રવારે પોતાનું નિવેદન પરત લઈ લીધું હતું. તેઓએ કહ્યું હતું કે જો તેમના નિવેદનથી કોઈને ઠેક પહોંચી છે તો તેઓ તે પરત લે છે. બીજી તરફ, સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર તેમની પાર્ટી બીજેપીએ તેનાથી કિનારો કરી લીધો છે. બીજેપીએ કહ્યું છે કે એ તેમનું (સાધ્વી પ્રજ્ઞા)નું અંગત નિવેદન છે.

    મૂળે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી છે. તેમના કર્મ યોગ્ય નહોતા, તેથી તેમને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. સાધ્વીએ કહ્યું કે, જે દિવસે હું જેલમાં ગઈ હતી તેના 45 દિવસ બાદ જ આતંકવાદીઓએ તેનો અંત કરી દીધો.

    (ઇનપુટ-દિવાકર)
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Prakash Ambedkar, Sadhvi pragya thakur

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन