માયાવતીની કોંગ્રેસને ધમકી, 'કેસ રદ્દ કરો નહીં તો સમર્થન પાછું ખેંચીશ'

News18 Gujarati
Updated: December 31, 2018, 6:41 PM IST
માયાવતીની કોંગ્રેસને ધમકી, 'કેસ રદ્દ કરો નહીં તો સમર્થન પાછું ખેંચીશ'
માયાવતી (ફાઇલ તસવીર)

  • Share this:
બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારને સમર્થન પરત લેવાની ધમકી આપી છે. બસપાએ આ વર્ષે એપ્રીલમાં એમસી/એસચી એક્ટને લઇને ભારત બંધ દરમિયાન દાખલ થયેલા કેસ પરત લેવાની માગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે ભાજપના રાજમાં રાજનીતિક અને જાતિગત વેર રાખી નિર્દોષ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

બસપા તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું કે 2 એપ્રીલ 2018 દરમિયાન એસસી/એસટી એક્ટ 1989 હેઠળ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેને તુરંત પાછા ખેંચવામાં આવે. જો આવું ન કરવામાં આવ્યું તો અમારી પાર્ટી કોંગ્રેસને આપેલું સમર્થન પરત ખેંચી લેશું. સાથે જ કોંગ્રેસને સલાહ પણ આપી કે એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ સરકાર ખેડૂતો અને બેરોજગારો માટે તુરંત ઉચિત પગલા લે.

આ મહિને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની છે, બંને જગ્યાએ કોંગ્રેસની સરકારને માયાવતીએ સમર્થન આપ્યું છે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018માં બસપાને માત્ર સીટ પર જ જીત મળી છે,

તો રાજસ્થાનમાં માયાવતીની પાર્ટીને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં છ સીટ મળી હતી, રાજસ્થાનમાં બસપાએ ઉદયપુરવાટી, નગર, કરોલી, કિશનગઢવાસ, તિજારા અને નદબઇ સીટ પર જીત મેળવી છે.

છત્તીસગઢમાં પાર્ટીએ અજીત જોગીની જનતા કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ પાર્ટીને માત્ર બે સીટ જ મળી હતી.

માયાવતી 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત પ્રેશર આપી રહી છે. ઉત્તરપ્રદેશમાં બસપાના અખીલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની સંભાવના છે. આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવામાં આવ્યું.
First published: December 31, 2018, 6:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading