Rajasthan Crisis: રાજકીય સંકટ વચ્ચે ગહેલોત પક્ષની મુશ્કેલીઓ વધી, BSPએ પોતાના 6 MLAને વ્હિપ આપ્યો

Rajasthan Crisis: રાજકીય સંકટ વચ્ચે ગહેલોત પક્ષની મુશ્કેલીઓ વધી, BSPએ પોતાના 6 MLAને વ્હિપ આપ્યો
ફાઈલ તસવીર

બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ વ્હિપ રજૂ કરતા પાર્ટીના બધા 6 ધારાસભ્યોને આદેશ આપ્યો છે કે જો ગહેલોત સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે.

 • Share this:
  જયુપરઃ રાજસ્થાનના રાજકારણ ઘમાસાન દર મહિને નવો રૂપ લે છે. આ વચ્ચે બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party)એ પોતાના છ ધારાસભ્યોને વ્હિપ જાહેર કરીને અશોક ગહેલોત (Ashok Gehlot) પક્ષની મુશ્કેલીઓ વધે છે. બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ (Satish Chandra Mishra) વ્હિપ (Whip) રજૂ કરતા પાર્ટીના બધા 6 ધારાસભ્યોને આદેશ આપ્યો છે કે જો ગહેલોત સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે.

  રાજકીય સંગ્રામમાં આવ્યો નવો પેંચ


  બીએસપી મહાસચિવના બધા 6 ધારાસભ્યોને નોટિસ રજૂ કરીને જણાવ્યું હતું કે, બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે.

  પાર્ટીનો કોંગ્રેસમાં વિલય નહીં થયો. સાથે જ તેમણે ધારાસભ્યોને ચેતવણી આપીને કહ્યું છે કે જો કોઈએ નિર્દેશની અવહેલના કરી તો તેના ઉપર દલ બદલ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સતીશ ચંદ્ર મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે, બધા ધારાસભ્યો બસપાને ટિકિટ ઉપર ચૂટણી જીતીને આવ્યા છે.

  આ પણ વાંચોઃ-શહાદતની કહાની! 'હું પાછો ના આવું તો મારી ડાયરી મારી સગર્ભા પત્નીને આપજો, બાળકનું નામ મૃગેશ રાખે'

  પાર્ટીએ ધારાસભ્યોને આપી આ ચેતવણી
  ઉલ્લેખનીય છે કે સિયાસી સંકટ વચ્ચે બસપાના બધા છ ધારાસભ્યોએ કોંગ્રેસનો પલ્લુ પકડતા ગહેલોત સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ધારાસભ્યોનો દાવો છે કે તેમણે કોંગ્રેસમાં વિયલ કરી લીધા છે.

  આ પણ વાંચોઃ-પુરુષોને કેમ વધારે શિકાર બનાવે છે કોરોના? નવી સ્ટડીમાં મળ્યો આ જવાબ

  જોકે, બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ માત્ર છ ધારાસભ્યોને વ્હિપ રજૂ કરીને કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપવાની આદેશ રજૂ કરી છે. આદેશ ન માનવા ઉપર કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. બહુજન સમાજ પાર્ટીએ બધા ધારાસભ્યોને નોટિસ રજૂ કરી છે. જો ધારાસભ્યો પાર્ટીના નિર્દેશોને નહીં માને તો તેમની સામે હાઈકોર્ટમાં જઈ શકે છે.

  બસપાના 6 ધારાસભ્યો કરોલીથી લખન સિંહ મીના, નદબઈથી જોગિંન્દર સિંહ અવાના, નગરથી વાજિબ અલી, તિજારાથી સંદીપ કુમાર, કિશનગઢબાસાથી દીપચંદ્ર ખૈરિયા અને ઉદયપુરવાટીથી રાજેન્દ્ર સિંહ ગુઠા ચૂંટણી જીતીને આવ્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
  Published by:ankit patel
  First published:July 26, 2020, 23:59 pm

  ટૉપ ન્યૂઝ