Home /News /national-international /પતિના મોત બાદ જલસા કરવા માગતી હતી પત્ની, સસરાને જાણ થતાં પ્રેમી સાથે મળીને પતાવી દીધાં

પતિના મોત બાદ જલસા કરવા માગતી હતી પત્ની, સસરાને જાણ થતાં પ્રેમી સાથે મળીને પતાવી દીધાં

વહુના અનૈતિક સંબંધોને સસરાને જાણ થતાં ખતરનાક પગલું ભર્યું

Rewa Crime News:મધ્ય પ્રદેશના રીવામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં પતિના મોત બાદ મહિલાને તેના પાડોશીઓ સાથે મનમેળ થયો, સસરાને વહુની આવી કરતૂતની જાણ થઈ, જ્યારે તેને ટોકી તો, આરોપીએ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને સસરાને પતાવી દીધા હતી.

વધુ જુઓ ...
    રીવા: મધ્ય પ્રદેશના રીવાના બિછિયા પોલીસે શનિવારે હત્યાનો એક સનસનીખેજ કિસ્સાનો ખુલાસો કર્યો હતો. વહુએ પોતાના પ્રેમી સાથે મળીને સસરાના રામ રમાડી દીધા હતા. કાર્યવાહી કરતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે, 1 મહિના પહેલા પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા પ્રેમી સાથે મળીને મહિલાએ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ પોલીસે આ ઘટનામાં સામેલ આરોપી મહિલા સાથે જ તેના કથિત પ્રેમીની પણ ધરપકડ કરી લીધી હતી.

    હકીકતમાં 3 વર્ષ પહેલા મહિલાના પતિનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ સાસરિયામાં રહેતા મહિલાએ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ બનાવ્યા હતા. તેની જાણકારી તેના સસરાને થઈ ગઈ તથા સંબંધોને લઈને મહિલાના સસરાએ વાંધો ઉઠાવ્યો હતો. તેને લઈને પ્રેમી સાથે મળીને સુતી વખતે સસરાની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી હતી.

    આ પણ વાંચો: પ્રેમ સબંધમાં આડીખીલી રૂપ પિતાનું કાઢ્યું કાળસ, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા

    આ ઘટના આમ તો એક મહિનો જૂની છે, જ્યારે મહિલાના સંબંધો વિશે સસરાને જાણકારી મળી. સસરાએ આવા ધંધા બંધ કરવા માટે કહ્યું. ત્યાર બાદ આરોપી મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને સસરાની હત્યા કરી નાખી. ઘટનાની જાણકારી સવારે ઘરના લોકોને થઈ તો, પોલીસને સૂચના આપી. ઘટના સ્થળે સવારે પોલીસ પહોંચી અને ઘટના સાથે જોડાયેલા પુરાવા એકઠા કર્યા. જ્યારે આ ઘટનાનો ખુલાસો થયો તો, પોલીસે આરોપી મહિલા સાથે તેના પ્રેમીની પણ ધરપકડ કરી લીધી.


    કહેવાય છે કે, આ ઘટનાના સમયે વૃદ્ધનો ભાણેજ તેની સાથે સુઈ રહ્યો હતો. પણ રાતના સમયે તેને પણ ખબર ન પડવા દીધી. સવારે જ્યારે ભાણેજ તેને ચા આપવા માટે ગયો તો, વૃદ્ધ લોહીલુહાણ હાલમાં પડ્યા હતા, આ જોઈ ડરતા ડરતા તેણે પરિવારના લોકોને સૂચના આપી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    विज्ञापन
    विज्ञापन