Home /News /national-international /મોબાઇલ વાપરવાની મનાઇ કરતા વહુએ કરી નાખી સાસુની હત્યા, પતિ સામે કર્યુ આવું નાટક

મોબાઇલ વાપરવાની મનાઇ કરતા વહુએ કરી નાખી સાસુની હત્યા, પતિ સામે કર્યુ આવું નાટક

પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આરોપી વહુએ પણ પોતાનો ગુનો કબુલી લીધો

Crime news - મોબાઇલને લઇને સાસુ અને વહુ વચ્ચે રોજ વિવાદ થતા હતા. વહુએ સાસુને કપડા ધોવાના ધોકાથી ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેમનું મોત ના થયું

ભોપાલ : મધ્ય પ્રદેશના (madhya pradesh)દિમોહ જીલ્લામાં (Dimoh District) હટા પોલીસ સ્ટેશન વિસ્તારના કૌડિયા ગામમાં એક ચોંકાવનારી મર્ડર (Murder)ની ઘટના સામે આવી છે. જેમાં એક વહુએ સાસુને કપડા ધોવાના ધોકાથી ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેનું મોત ન થઇ (bahu beaten mother in law) ગયું. સાસુ તેની વહુને મોબાઇલમાં વાત કરવા દેતી ન હતી. જે અંગે બંને વચ્ચે દરરોજ વિવાદો ઉભા થતા હતા. સાસુ-વહુ વચ્ચેનો વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આરોપી વહુએ પણ પોતાનો ગુનો કબુલી લીધો હતો.

શું છે સમગ્ર મામલો?

પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાનું નામ ચાઇના વર્મન છે. તેની ઉંમર 19 વર્ષ છે. ચાઇના ઘણીવાર પરિવારના સભ્યો સાથે મોબાઇલ પર વાત કરતી રહેતી હતી. આ વાત તેની સાસુ નન્નીબાઈ (47)ને બિલકુલ પસંદ ન હતી. તે પુત્રવધૂને કહેતી હતી કે મોબાઇલ મુકીને ઘરનું કામ કરાવવામાં મદદ કર. તેને લઇને ઘરમાં રોજ ઝઘડો થતો હતો. બુધવારે સાસુ કોઈ કામની વાત કરી રહ્યા હતા ત્યારે ફરી બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આ વિવાદ મોબાઇલ સુધી પહોંચ્યો હતો. આનાથી ચાઇના ગુસ્સે થઇ ગઇ હતી અને કપડા ધોવાનો ધોકો ઉપાડી લીધો હતો અને નન્નીબાઈને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, તેણીએ સાસુને ત્યાં સુધી અટક્યા વિના માર મારવાનું ચાલુ રાખ્યું હતું, જ્યાં સુધી તેણીએ દમ તોડી દીધો ન હતો.

આ પણ વાંચો - લગ્ન બાદ પતિ ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવ્યો, પત્નીને કહ્યું ગર્લફ્રેન્ડ સાથે કરવા માંગે છે લગ્ન, પછી બની આવી ઘટના

હત્યા બાદ કર્યુ નાટક

પોલીસે જણાવ્યું કે, હત્યા બાદ ચાઇનાએ નાટક કર્યું હતું અને પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પતિને ફોન પર જણાવ્યું હતું કે, મા ખેતર પરથી આવી છે. તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે. તેને કંઈ પણ થઈ શકે છે. ગભરાયેલો પુત્ર ઘરે પહોંચ્યો તો તેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે માતા પલંગ પર લોહીલુહાણ હાલતમાં હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ પછી પતિ-પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

હટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ આર પાંડેએ જણાવ્યું હતું કે, આખી વાત સાંભળ્યા બાદ અમારી શંકા પુત્રવધૂ ચાઇના પર ગઇ હતી. જ્યારે તેની આકરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તમામ રહસ્યો ખોલ્યા હતા. તેણે કહ્યું કે તેની સાસુ તેને રોજ ટોણા મારતા હતા. સાસુ-સસરા માતા-પિતા સાથે વાત કરવાની મનાઇ કરતા હતા. આથી તે કંટાળીને સાસુની હત્યા કરી નાખી હતી. આરોપી વહુને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપવામાં આવી હતી.
First published:

Tags: Crime news, Madhya pradesh

विज्ञापन