દુષ્કર્મ પીડિતાને ધમકી : કોર્ટમાં જુબાની આપી તો ઉન્નાવ કાંડ જેવો હાલ થશે

News18 Gujarati
Updated: December 12, 2019, 10:03 AM IST
દુષ્કર્મ પીડિતાને ધમકી : કોર્ટમાં જુબાની આપી તો ઉન્નાવ કાંડ જેવો હાલ થશે
બાગપત દુષ્કર્મ પીડિતાને ધમકી મળ્યા બાદ સમગ્ર પરિવાર ડરેલો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સુરક્ષાની અરજ કરી છે.

દુષ્કર્મ પીડિતાના ઘરની બહાર પોસ્ટર લગાવ્યું, લખ્યું- કોર્ટમાં જુબાની આપો તો ઉન્નાવ કાંડ જેવો હાલ થશે

  • Share this:
બાગપત : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાગપત (Baghpat)ની એક દુષ્કર્મ પીડિતા (Rape Victim) ને કોર્ટમાં જુબાની આપવા પર ઉન્નાવ કાંડ જેવો હાલ ભોગવવો પડશે એવી ધમકી મળી છે. ત્યારબાદ પીડિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ને સુરક્ષાની અરજ કરી છે. મૂળે, દુષ્કર્મ મામલામાં પીડિતાની કોર્ટમાં જુબાની પહેલા ધમકીભર્યું પોસ્ટર તેના ઘરની બહાર લગાવી દેવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'જો તેણે જુબાની આપી તો તેનું પરિણામ ઉન્નાવ કાંડથી પણ ભયંકર હશે.'

પીડિતા એક વર્ષ પહેલા દુષ્કર્મનો ભોગ બની હતી

મૂળે, મામલો બડોત પોલીસ સ્ટેશન હદના એક ગામનો છે, જ્યાં રહેતી એક યુવતી દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં કોચિંગ કરતી હતી. યુવતીનો આરોપ છે કે લગભગ એક વર્ષ પહેલા યુવતીની સાથે ગામના જ સોહરન નામના યુવક બહાનું કરીને મિત્રના રૂમમાં લઈ ગયો. જ્યાં નશીલું પીણું પીવડાવી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. સાથોસાથ અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો. બાદમાં વીડિયોન નામે બ્લેકમેલ કરીને યુવકે અનેકવાર તેની સાથે દુષ્કર્મ કર્યું. ત્યારબાદ યુવકની વિરુદ્ધ દિલ્હી મુખર્જી નગર વિસ્તારમાં મામલો નોંધવામાં આવ્યો છે.

13 ડિસેમ્બરે કોર્ટમાં જુબાની આપવાની છે

આ મામલામાં 13 ડિસેમ્બરે દિલ્હીની રોહણી કોર્ટમાં યુવતીની જુબાની લેવામાં આવશે. પરંતુ આ જુબાની પહેલા જ પીડિતા અને તેનો પરિવાર ડરી ગયો છે કારણ કે કોઈએ તેમના મકાનના દરવાજા પર એક પોસ્ટર ચોંટાડ્યું છે. જેની પર લખ્યું છે કે, જો 13 ડિસેમ્બરે કોર્ટમાં જુબાની આપી તો પરિણામ ખરાબ આવશે અને તે ઉન્નાવ કાંટથી પણ ખરાબ હશે. ત્યારબાદથી સમગ્ર પરિવાર ડરેલો છે. પીડિતાએ મુખ્યમંત્રી યોગી પાસે સુરક્ષાની માંગ કરી છે અને કહ્યુ છે કે તેના પરિવારની સુરક્ષા કરવામાં આવે. પરિજનો મુજબ ધમકીભર્યા પોસ્ટ કોણે ચોંટાડ્યા તેની કોઈ જાણ નથી. પરંતુ આરોપી પક્ષ પણ અનેકવાર તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યા છે. જે કારણે આ ધમકી બાદથી હવે સમગ્ર પરિવાર ડરેલો છે અને સુરક્ષાની અરજ કરી રહ્યો છે.

બીજી તરફ, ધમકીભર્યા પોસ્ટર વિશે જાણ થતાં પોલીસ પણ પીડિતાના ઘરે પહોંચીફ પોલીસના જણાવ્યા મુજબ, દુષ્કર્મનો મામલો દિલ્હીમાં નોંધાયો છે. 13 ડિસેમ્બરે યુવતીની જુબાની લેવાની છે પરંતુ એક ધમકીવાળું પોસ્ટર ચોંટાડેલું મળ્યું છે, તે ગંભીર છે. ત્યારબાદ પીડિતાના ઘરે સુરક્ષા તહેનાત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો, 10 દિવસથી ગુમ શુભમના પિતાનો આક્રંદ : 'મારા દીકરાને પાછો લાવો'
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading