Home /News /national-international /રક્ષક બન્યા ભક્ષક; પોલીસની ગાડીએ બે માસૂમ બાળકોને હવામાં ફંગોળ્યા , જુઓ CCTV ફૂટેજ

રક્ષક બન્યા ભક્ષક; પોલીસની ગાડીએ બે માસૂમ બાળકોને હવામાં ફંગોળ્યા , જુઓ CCTV ફૂટેજ

રક્ષક બન્યા ભક્ષક

રવિવારે બાગપત શહેરના મોટા બજારમાં સામાન લેવા દુકાને જઈ રહેલા બાળકોને એક સ્પીડ ડાયલ 112 કારે ટક્કર મારી હતી. જેમાં બંને બાળકોને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.

    રવિવારે બાગપત શહેરના મોટા બજારમાં સામાન લેવા દુકાને જઈ રહેલા બાળકોને એક સ્પીડ ડાયલ 112 કારે ટક્કર મારી હતી. જેમાં બંને બાળકોને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.

    મોહલ્લા મુગલપુરામાં રહેતી સંજીદાએ જણાવ્યું કે તેની પૌત્રી ઇનાયા અને પૌત્ર અહદ રવિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચીઝ ખરીદવા દુકાને જતા હતા. ત્યારે પોલીસની ડાયલ 112 ગાડી પૂરપાટ ઝડપે ત્યાં આવી હતી અને બંને બાળકને ટક્કર મારી હતી. જેમાં બંને બાળકોને ઈજા થઈ હતી.





    આ પણ વાંચોઃ અહી બન્યો ફિલ્મ બજરંગી ભાઇજાન જેવો જ કિસ્સો, ઘરેથી ગુમ થયેલો યુવક 18 વર્ષ પછી પરિવારને મળ્યો

    સંજીદાનો આરોપ છે કે ટક્કર માર્યા પછી પોલીસકર્મી ગાડીથી નીચે જ ન ઉતર્યા અને બાળકોની સારવાર કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પરિવારજનોએ બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

    અકસ્માત પછી લોકોએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ અકસ્માતનો વીડિયો વાયરલ થયા બાદ સીઓ દેવેન્દ્ર કુમાર શર્મા ઘરે પહોંચ્યા અને ઘાયલ બાળકોની હાલત પૂછી. તેમણે ઘાયલ બાળકોના પરિવારજનોને કાર્યવાહીની ખાતરી આપી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन