BAGHESHWAR DHAM DHIRENDRA SHASTRI: બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીએ હવે કહ્યું હતું કે તેમણે કેટલાક મુસ્લિમ ભાઈઓને પણ રામકથા માટે આમંત્રિત કર્યા છે. અને આ આમંત્રણનો તેમણે સ્વીકાર પણ કર્યો છે.
બાઘેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી સતત કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલ બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીએ હવે કહ્યું હતું કે તેમણે કેટલાક મુસ્લિમ ભાઈઓને પણ રામકથા માટે આમંત્રિત કર્યા છે. અને આ આમંત્રણનો તેમણે સ્વીકાર પણ કર્યો છે. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જબલપૂરમાં જ્યારે તેમણે પોતાની કથા દરમિયાન કહ્યું હતું કે કટનીના મુસ્લિમ ભક્ત તનવીર ખાને રામકથા સંભળવાણી ઇચ્છા વ્યકત કરી ત્યારે કથા દરમિયાન ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે તે જો 4-5 વર્ષ જીવતા રહેશે તો બીજા ધર્મના લોકો પણ હારી હારી બોલશે.
તેમણે કહ્યું હતું કે. 'ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે અમારા પ્રિય ભક્ત અને શિષ્ય મુસ્લિમ સમાજના તનવીર ખાનના પરિવારનો સમગ્ર મુસ્લિમ સમાજ ત્રણ દિવસ સુધી અમારી કથા સાંભળશે. તે મુસ્લિમ સમાજના અધ્યક્ષ પણ છે. તેણે કહ્યું હતું કે ગુરુજી અમારી ઈચ્છા છે કે કથા થઈ જાય. તો મેં કહ્યું હતું કે એમાં શું ખોટું છે. તમે આખા સમાજને બોલાવો, તમારા તમામ ટોપીવાળા લોકોને બોલાઓ, બધાને એક થવા દો, રામકથામાં ખોટું શું છે?
અનેક વિવાદો બાદ બાગેશ્વર ધામ મહારાજની કથાઓ આજકાલ ચર્ચામાં છે. અગાઉ બાગેશ્વર મહારાજે એક દિવ્ય દરબાર લગાવ્યો હતો. આ દિવ્ય દરબારમાં એક મુસ્લિમ મહિલા પણ આવી પહોંચી હતી. દિવ્ય દરબારમાં મુસ્લિમ મહિલાએ બાબાનો ચમત્કાર જોઈને હેરાન રહી ગઈ હતી. મુસ્લિમ મહિલાએ મંચ પરથી હિન્દુ ધર્મ અપનાવવાની જાહેરાત કરી હતી. આ મહિલા છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. મહિલાએ કહ્યું કે, સનાતમ ધર્મ શ્રેષ્ઠ છે. તેણે કહ્યું કે, હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેનના લગ્ન થતાં નથી. આ ધર્મ સભ્યતાવાળો સમાજ છે. મહિલાનું નામ સુલ્તાના છે.
તેણીએ કહ્યું હતું કે, સનાતમ ધર્મ શ્રેષ્ઠ છે, કેમ કે ત્રણ તલાક બોલી દેવાથી પતિ અને પત્નીનો સંબંધ ખતમ નથી થતો. મહિલાની વાત સાંભળીને મંચ પર બેઠેલા લોકો બાબાની જયકાર કરવા લાગ્યા. મહિલાના દિવ્ય દરબારમાં અરજી લગાવી હતી. બાબાએ ફરી એક વાર બતાવ્યા વિના મહિલાની સમસ્યા પેપરમાં લખી દીધી. બાબાનો આ ચમત્કાર જોઈને મહિલા પ્રભાવિત થઈ ગઈ.
બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં શનિવારે ઓડિશાના ત્રણ લોકોએ ધર્મ વાપસીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ઈસ્લામ છોડીને સનાતન ધર્મને અપનાવવાની જાહેરાત કરીએ છીએ. મંચ પરથી બાગેશ્વર મહારાજે આ તમામનું સ્વાગત કર્યું. આ અગાઉ દિવ્ય દરબારમાં મહારાજે અનેક ભક્તોની અરજી સાંભળી હતી. તેમની સમસ્યા પુછી અને પહેલાથી કાગળ પર લખેલી રાખી અને સમાધાન કરવા માટે બાગેશ્વર બાબા પર વિશ્વાસ રાખવા માટે જણાવ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર