Home /News /national-international /Dhirendra Shastri Marriage: લગ્ન કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી: બાગેશ્વરધામ બાબાએ કરી દીધી પોતાના મનની વાત
Dhirendra Shastri Marriage: લગ્ન કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી: બાગેશ્વરધામ બાબાએ કરી દીધી પોતાના મનની વાત
bageshwardham
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતનની ક્રાંતિ આવી ચુકી છે અને ભારત હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર છે. રામચરિતમાનસની કોપી સળગાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ ઘોર નિંદનીય છે.
બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ચમત્કારનો દાવો અને તેમને આપવામાં આવેલી ચેલેન્જને લઈને ચર્ચામાં રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, દેશમાં ઘણા સંત ગૃહસ્થ રહ્યા છે અને ભગવાન પણ ગૃહસ્થમાં અવતરિત થયા છે. શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ ગુરુની ઈચ્છા મુજબ બ્રહ્મચર્યા બાદ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બાગેશ્વર ધામના પ્રમુખે રામચરિતમાનસની કોપી સળગાવાની નિંદા કરતા કહ્યું કે, હિન્દુઓમાં ભાગલા પાડો ને રાજ કરવાની કોશિશ થઈ રહી છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લગ્નને લઈને સવાલ કર્યો હતો કે, સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, તેઓ આવુ ક્યારે કરવા જઈ રહ્યા છે? હસતા હસતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા બધા એવા મહાત્મા થયા છે, જે ગૃહસ્થ હતા. ભગવાન પણ ગૃહસ્થમાં જ પ્રકટ થાય છે. પહેલા બ્રહ્મચર્યા, અને બાદમાં ગૃહસ્થ અને પછી વાનપ્રસ્થ અને ફરી સંન્યાસ તરફ આગળ વધશે. આવો મારા ગુરુનો આદેશ છે. ખૂબ જલ્દી કરવાના છે. અમે બધાને કહીએ છીએ કે, આવવાનું છે. પણ એટલા લોકોને બોલાવી પણ ન શકીએ. કોણ સંભાળશે. એટલા માટે બધાને લાઈવ બતાવી દઈશું. ખૂબ જલ્દી વિવાહ થશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતનની ક્રાંતિ આવી ચુકી છે અને ભારત હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર છે. રામચરિતમાનસની કોપી સળગાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ ઘોર નિંદનીય છે. તેની પાછળ ઊંડુ ષડયંત્ર છે. અમે દરેક સનાતનીને પ્રાર્થના કરીએ છીએ કે, તેમને મજા ચખા઼ડો. તેમાં વામપંથી, સનાતન વિરોધી છે, જે ભગવાન રામના પુરાવા માગતા હતા, એ બધા તેમાં સામેલ છે. તેમની નીતિ છે કે, હિન્દુઓને ઝઘડાવો. હિન્દુઓમાં ભાગલા પાડો અને રાજ કરો. એટલા માટે હું કહી રહ્યો છું કે, તેમને ભારતમાં રહેવાનો અધિકાર નથી.
શાસ્ત્રીએ કહ્યું કે, જે રાજગાદી પર બેઠેલા દરેક નેતા તે પછી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, સાંસદ અથવા ધારાસભ્ય હોય, તેના પહેલા તે સનાતની છે. પદ પર બેઠેલા દરેક સનાતની છે અને પદ બાદ રહેશે. એટલા માટે એ લાઈનને ભૂલી જતા નહીં, એટલે કે પોતાના બાપને ભૂલી જતા નહીં. તેમણે એવું પણ કહ્યું કે, ભારત માટે આ કાલખંડ ખૂબ જ સારો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં બાગેશ્વર ધામમાં એક મોટા યજ્ઞની તૈયારીમાં લાગેલા છે, જેનું આયોજન 13થી 19 ફેબ્રુઆરીની વચ્ચે મધ્ય પ્રદેશના છતરપુરમાં આવેલા આશ્રમમાં થઈ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર