Home /News /national-international /બાગેશ્વર ધામના બાબા પાખંડી છે, તેમના હાલ પણ આસારામ અને નિર્મલા બાબા જેવા થશે: સંતોએ કરી લોકોને આ અપીલ

બાગેશ્વર ધામના બાબા પાખંડી છે, તેમના હાલ પણ આસારામ અને નિર્મલા બાબા જેવા થશે: સંતોએ કરી લોકોને આ અપીલ

બાગેશ્વર ધામ સરકાર

કોઈના મનની વાત જાણી લેવી અને મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ ચપટી વગાડતા કરી દેવાનો દાવો કરતા બાગેશ્વર ધામ સરકારના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી રહી છે.

    પ્રયાગરાજ: કોઈના મનની વાત જાણી લેવી અને મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ ચપટી વગાડતા કરી દેવાનો દાવો કરતા બાગેશ્વર ધામ સરકારના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી રહી છે. નાગપુરની એક સંસ્થાએ પહેલા ચેલેન્જ આપી હતી અને હવે પ્રયાગરાજના માઘ મેળામાં આવેલા સંત મહાત્માઓએ તેમના પર ટાર્ગેટ કરવાનું શરુ કર્યું છે. માઘ મેળામાં આવેલા દંડી સંન્યાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પણ એંગલથી સંત નથી. તે ઢોંગી અને પાખંડી છે. આવનારા દિવસોમાં તે સંત સમાજ માટે બદનામી અને મુસીબતનું કારણ બનશે. તેમનું પરિણામ પણ નિર્મલ બાબા અને આસારામ બાપૂની માફક થઈ જશે.

    માઘ મેળામા આવેલા સંતોનું કહેવું છે કે, દિવ્ય શક્તિને તંત્ર સાઘના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પણ આ ખૂબ જ અઘરી સાધના છે. જેની પાસે આવી શક્તિ હોય છે, તે તેનો ઉપયોગ દેશ તથા સમાજ માટે કરે છે, નહીં કે માર્કેટીગ તથા પ્રચાર માટે. આ ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. જેવી રીતે આ ઈવેન્ટ આયોજીત કરે છે, આવું કોઈ સંત ક્યારેય નથી કરતા.
    " isDesktop="true" id="1325611" >


    દંડી સંન્યાસીઓએ કહ્યું કે, તે લોકો ટૂંક સમયમાં માઘ મેળામાં બીજા ધર્માચાર્યો સાથે બેઠક કરશે અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કોઈ નિર્ણય લેશે. સંન્યાસીઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમોમાં જોડાતા શ્રદ્ધાળુઓને ત્યાં ન જવાની સલાહ આપી છે. સ્પષ્ટ તરીકે કહ્યું કે, આ કામ અંધવિશ્વાસ અને જાદુ ટોણાને પ્રોત્સાહન આપે છે. વિજ્ઞાનના આ યુગમાં આવું ક્યારેય ન થવું જોઈએ. તો તે શ્રદ્ધાળુઓની ભાવનાઓ સાથે રમત કરે છે. સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ સનાતન પરંપરાની આડામાં લોકોને બેવકૂફ નહીં બનાવાની સલાહ આપી છે.

    અહીં ઉલ્લેખનિય છે કે, બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચેલો છે. હકીકતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દાવો છે કે, તેની પાસે દિવ્ય શક્તિ છે. જેનાથી તે કોઈના પણ મનની વાત જાણી લે છે. તેમના આ દાવા પર સંતોને લઈને અલગ અલગ વર્ગની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन