જે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, તેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે, આ કાર્યક્રમ દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર ઉપરાંત સોનાની ચેન ચોરી થઈ ગઈ છે.
મુંબઈ: શનિવારે બાગેશ્વરધામ સરકાર, ધીરેન્દ્ર શાસ્ત્રીનો મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ભવ્ય દરબાર સજાવવામાં આવ્યો હતો. આ દરબારમાં લાખોની સંખ્યામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અનુયાયીઓ તેમને સાંભળવા પહોંચ્યા હતા. શનિવારે સાંજે 5.30 કલાકે કાર્યક્રમ શરુ થયો અને રાતના 9.30 કલાકે કાર્યક્રમ ખતમ થયો. એક બાજૂ લોકો કાર્યક્રમ પુરો કરી ઘર તરફ જઈ રહ્યા હતા, તો વળી બીજી તરફ લગભગ 50થી 60 લોકોનું એક ઝૂડ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું.
જે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, તેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે, આ કાર્યક્રમ દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર ઉપરાંત સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં 36 મહિલાઓના મંગળસૂત્ર અને ગળાના ચેનની ચોરી થઈ ગઈ છે.
પોલીસ કેસ નોંધ્યો
આ મહિલાઓ દ્વારા જે જાણકારી આપવામાં આવી, તે અનુસાર, સોનાના ઘરેણાંની કુલ કિંમત 4,87000 રૂપિયા આંકવામાં આવી છે. મહિલાઓની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધી લીધો છે. આગળની તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, મીરા રોડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો 2 દિવસનો કાર્યક્રમ છે. તેને લઈને રાજકીય હોબાળો પણ થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર