ભોપાલ: પોતાના નિવેદનો અને ચમત્કારી શક્તિઓને લઈને વિવાદમાં આવેલા બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યં છે કે, ધર્માંતરણ વિરુદ્દધ અવાજ ઉઠાવવાના કારણે ઈસાઈ મિશનરિઓ તેમના વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બાગેશ્વર મહારાજે કહ્યું કે, તેઓ આ પ્રકારના ષડયંત્રથી ડરતા નથી. તેમણે પોતાના હસમુખા અંદાજમાં કહ્યું કે, તેઓ ટોપીવાળાઓને પણ રામ નામ બોલાવીને રહેશે.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જ્યારે તેમને દમોહમાં 160 પરિવારોની ઘરવાપસી કરાવી છે અને આદિવાસી વિસ્તારોમાં દરબાર લગાવાનું શરુ કર્યું છે, તેમના વિરુદ્ધ હુમલાઓ સતત વધી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઈસાઈ મિશનિરઓ ધર્માંતરણ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. હવે તેઓ તેમની પાછળ પડ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, આવી ચેલેન્જથી તેઓ ડરતા નથી. હાલમાં તો આ શરુઆત છે. આગળ આવી અનેકો ચેલેન્જનો તેમને સામનો કરવાનો છે.
ધ્યાન વિધિને ગણાવી પોતાની શક્તિ
તેમણે ઈન્ટરવ્યૂમાં પોતાની ચમત્કારી શક્તિઓને પણ ખુલાસો કર્યો. બાગેશ્વર સરકારે કહ્યું કે, ધ્યાન વિધિ આદિકાળથી ચાલી આવી રહી છે અને એક પરંપરા છે. તેમના દાદાજી પાસેથી તેમને આભાસી શક્તિ મળી છે. કોઈ તેમના દરબારમાં આવે છે, તો તેમને પહેલાથી જ આભાસ થઈ જાય છે કે તેમની આ જ સમસ્યા છે. તેઓ રામનું નામ લઈને ચિઠ્ઠી પર લખી આપી છે અને આ સનાતની શક્તિની તાકાત છે કે તે સત્ય જ નીકળે છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન ધર્મમાં ઘણી તાકાત છે. દુનિયાભરના પાદરીઓ અને મૌલવીઓ પણ તેમની સામે ઊભા રહી શકતા નથી. તેઓ બાગેશ્વર ધામની આ શક્તિનો સામનો કરી શકતા નથી.
વિશ્વાસ અને અંધવિશ્વાસ પર આકરી કમેન્ટ
બાગેશ્વર મહારાજે વિશ્વાસ અને અંધવિશ્વાસને લઈને ચાલી રહેલા વિવાદ પર આકરી કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, આ દેશમાં ચાદર ચડાવવી અને કેંડલ પ્રગટાવવી વિશ્વાસ છે, પણ અરજીનું નારીયેળ ચડાવવું અંધવિશ્વાસ છે. ખબર નહીં લોકો આવી બેઘારી માનસિકતા ક્યાંથી લાવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો છે કે, હિન્દુ બાબાઓ વિરુદ્ધ ખાસ કરીને અભિયાન ચલાવામાં આવી રહ્યું છે અને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પણ તેઓ તેનાથી ડરતા નથી. તેઓ તો ટોપીવાળાને પણ રામ નામ બોલાવીને રહેશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર